આપઘાત:જામનગરના વેપારીનો રણજીત સાગર ડેમમાં ઝંપલાવી આપઘાત

જામનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઈલેક્ટ્રોનિક્સનો ધંધો બરાબર ચાલતો ન હોવાથી ભરેલું પગલું

જામનગરના યુવાન વેપારીએ કામ ધંધો બરોબર ચાલતો ન હોવાથી આર્થિક સંકડામણના કારણે બે દિવસ પૂર્વે ઘરેથી સ્કુટર સાથે ગુમ થયા બાદ રણજીતસાગર ડેમમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. જામનગરના ભાગોળે આવેલા રણજીતસાગર ડેમમાં કાંઠાળા વિસ્તાર પાસે એક યુવાનનો મૃતદેહ પાણીમાં તરતો હોવાની જાણ થતાં દડીયા ગામના સરપંચ રાજુભાઈ લખીયર સહિતના ગામ લોકો એકઠા થઈ ગયા હતાં અને યુવાનનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢી પોલીસને જાણ કરતાં એએસઆઈ પુનમબેન ગોજીયા સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

મૃતદેહનો કબ્જો સંભાળીને પીએમ માટે મોકલી દીધો હતો અને ત્યાં રહેલા સ્કુટર કબ્જે કરીને તેના પરથી મૃતદેહની ઓળખ મેળવતાં તે જામનગર શહેરના પટેલ કોલોનીમાં રહેતા સંજયભાઈ મહેશભાઈ રાજપાલ (ઉ.વ.22) નામના ઈલેકટ્રીકના ધંધાના વેપારી હોવાનું સામે આવ્યું હતું. તેમના પરિવારને જાણ કરતાં તેઓ પણ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતાં અને મનોહરલાલ રાજપાલએ જાહેર કર્યું હતું કે, તેમનો ઈલેકટ્રીકનો ધંધો બરોબર ચાલતો ન હોવાથી આર્થિક સંકડામણમાં હોવાથી તે મંગળવારે સાંજે ઘરેથી નીકળી ગયા હતાં. તેમણે ડેમમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...