જામનગરમાં મંગળવારે વડાપ્રધાન ગોરધનપર પાસે રિસર્ચ સેન્ટરનું ભૂમિ પૂજન કરવા આવી રહ્યા હોય તંત્ર દ્વારા તડામાર તૈયારી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત કાર્યક્રમના સ્થળે 2000 લોકો બેસી શકે તેવો વિશાળ ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે. યુધ્ધના ધોરણે કાચા માર્ગ પર ડામર પાથરવામાં આવ્યો છે તો સાફ-સફાઇ સહિતની કામગીરી શરૂ કરાઇ છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના સહયોગથી ઇટ્રા દ્રારા ગોરધનપર પાસે આકાર લેનારા વિશ્વના પ્રથમ આયુર્વેદ રિસર્ચ સેન્ટર તૈયાર થશે. જેના ભૂમિપૂજન માટે 19 એપ્રિલને મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. પ્રધાનમંત્રીના આગમનના પગલે તંત્ર ચાર દિવસ પહેલા તૈયારીમાં વ્યસ્ત બન્યું છે. કાર્યક્રમના સ્થળે 2000 લોકો બેસી શકે તેવો વિશાળ આધુનિક ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે. તદઉપરાંત આજુબાજુના માર્ગોની સફાઇ, કાચા માર્ગ પર ડામર પાથરવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.