કડકડતી ઠંડી:બર્ફીલા પવનથી જામનગર ઠંડુગાર

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 24 કલાકમાં લઘુતમ તાપમાનમાં 1 ડિગ્રીનો ઘટાડો નોંધાયો

જામનગરમાં સુસવાટા મારતા બર્ફીલા પવનથી શહેર ઠંડુગાર બન્યું છે. 24 કલાકમાં તાપમાનમાં 1 ડિગ્રીનો ઘટાડો થયો છે. તીવ્ર ઠંડીના માર્ગો પર કુદરતી સંચારબંધી જોવા મળી રહી છે. ઠંડી વધતા ગરમવસ્ત્રોની બજારમાં તેજીનો ધમધમાટ શરૂ થયો છે. જામનગર સહિત સમગ્ર હાલારવાસીઓ છેલ્લા 6 દિવસથી કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. શહેરમાં શનિવારે સવારે પૂરા થતાં 24 કલાક દરમિયાન 1 ડિગ્રીના ઘટાડા સાથે લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી જ્યારે અડધો ડીગ્રી વધીને મહત્તમ તાપમાન 26.5 ડીગ્રી નોંધાયું હતું. જામનગરમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી હોવા છતાં તેજ ગતિએ ફૂંકાતા બર્ફિલા પવનોના પગલે લોકો હાડ ધ્રુજાવતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. ઠંડીથી બચવા માટે લોકોએ ટોપી, મોજા, મફલર, સ્વેટર સહિતના ગરમ વસ્ત્રો, ગરમ પીણા તથા તાપણાનો સહારો લીધો હતો.

જામનગરમાં પવનની ગતિ 30 થી 35 કીમી પ્રતિકલાક રહી હતી. પવનની ગતિમાં થયેલા વધારાના પગલે લઘુત્તમ તાપમાનનો પારો સીંગલ ડીઝીટમાં પહોંચી ગયો હોય તેવી તિવ્ર ઠંડીનો અનુભવ હાલારવાસીઓ કરી રહ્યા છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 67 ટકા રહ્યું હતું.જામનગરમાં લઘુત્તમ તાપમાન ૧ર ડીગ્રી નોંધાયું છે, પરંતુ તાપમાનની અમુક વેબસાઈટ તથા એપ્લિકેશનોમાં ન્યુનત્તમ તાપમાન 9 ડીગ્રી દર્શાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...