રાહત:જામનગરના તાપમાન 1.8 ડિગ્રીનો ઘટાડો, ગરમીમાં રાહત

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાતાવરણમાં ભેજનું પ્રમાણ 80 ટકા થતાં લોકો પરસેવે તરબોળ

જામનગર શહેરમાં છેલ્લા 24 કલાકમાં મહત્તમ તાપમાનમાં 1.8 ડિગ્રીનો ઘટાડો નોંધાતા શેહેરીજનોને બળબળતા તાપ માંથી આંશિક રાહત મળી હતી. શુક્રવારે શહેરનુ મહત્તમ તાપમાન 37.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 80 ટકા નોંધાયું હતું. ભેજનું પ્રમાણ વધતાં લોકો પરસેવે રેબઝેબ થયો હતા.સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં ગઇકાલથી હિટવેવના પ્રારંભ થઇ ગયો છે, અને ગરમીનો પારો 40 ડિગ્રી આસપાસ પહોંચી ગયો હતો. ગુરુવારે શહેરનું મહત્તમ તાપમાન 39.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જેમાં 1.8 ડિગ્રીનો ઘટાડો થતા શહેરીજનોએ બળબળતા તાપ માંથી આંશિક રાહત મળી હતી.

જો.કે શુક્રવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 80ટકા હોવાથી લોકો પરસેવે રેબઝેબ થયા છે. વળી વીજ તંત્રની ચાલી રહેલી પ્રિમોન્સુન કામગીરીના લીધે જામનગરમાં અડધા ભાગમાં વીજ પુરવઠો સ્થાગીત કરવામાં આવ્યો હતો. આથી શહેરીજનો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. શુક્રવારે શહેરનું લઘુત્તમ તાપમાન 27.0 ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન 38.6 ડિગ્રી નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 80ટકા રહ્યું હતું, જયારે પવનની ગતિ 10 થી 15સરેરાશ પ્રતિ કલાક રહી હતી.

અન્ય સમાચારો પણ છે...