નુકસાન:જામનગર એસ.ટી. ડિવિઝનને ભારે વરસાદથી રૂા.1 કરોડનું નુકસાન થયું

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્કશોપમાં રહેલી 20 બસો ડુબી, કોમ્પ્યુટર સહિત ઇલેકટ્રીક સાધનો પલળી ગયા

જામનગર શહેર અને જિલ્લામાં ભારે વરસાદને લઇને ભારે તારાજી સર્જી હતી અને શહેરના અનેક નાના-મોટા વિસ્તારાેમાં પાણી ભરાય ગયા હતાં અને લોકોની હાલત કફોડી બની ગઇ હતી ત્યારે શહેરના કાલાવડ નાકા બહાર અાવેલ એસ.ટી.ડિવિઝનમાં અંદાજે 1 કરોડ જેટલું નુકસાન થવા પામ્યું છે અને સાધન સામગ્રી સહિત સ્પેર પાર્ટસનો મુદ્દામાલને નુકસાની થવા પામી છે તેમ વિભાગીય નિયામક પી.એમ. પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

ભારે વરસાદના પગલે જામનગર એસ.ટી. ડિવિઝનની અંદર 7 થી 8 ફૂટ જેટલા પાણી ફરી વળ્યા હતા અને ડિવિઝનના વર્કશોપમાં રીપેરીંગ માટે આવેલી 20 જેટલી બસો ડુબી જવા પામી હતી. ખાસ કરીને જીપીએસ સિસ્ટમ, કોમ્પ્યુટરો, પ્રિન્ટરો સહિતની ઇલેકટ્રોનીક સિસ્ટમને તથા ઇલેકટ્રોનીક સાધનોને નુકશાન થયું છે તથા સ્ટોર રૂમમાં અને મેકેનીક વિભાગના પાણી ફરી વળતા માલસમાનને પણ નુકશાન થયું હતું અને ઓફિસમાં રહેલ ફર્નિચર પલળી જતા અંદાજે 1 કરોડનું નુકસાની થવા પામી છે.

6 દિવસ બાદ ડિવિઝનમાં વીજળી શરૂ થઇ
ભારે વરસાદના પગલે એસ.ટી. ડિવિઝનમાં ભારે નુકસાની થવા પામી છે અને સાધન-સામગ્રી સહિતની વસ્તુઓને સારી એવી અસર થઇ હતી ત્યારે આ ડિવિઝનમાં 6 દિવસ સુધી લાઇટ ન હોવાથી કર્મચારીઓએ ભારે મુશ્કેલીનો સામનો કર્યો હતો, ત્યારે શનિવારના ડિવિઝનમાં વીજળી આવતા કર્મચારીઓએ થોડા અંશે રાહત અનુભવી છે.

અન્ય સમાચારો પણ છે...