તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવક વધી:જામનગર એસ.ટી. દ્વારા જન્માષ્ટમીના તહેવારોમાં રેકોર્ડ બ્રેક 243 વધારાની ટ્રીપો

જામનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 19,384 મુસાફરોને વહન કરી રૂા. 10 લાખ ઉપરાંતની આવક મેળવી : કુલ આવક 1 કરોડ ઉપર

જામનગર એસ.ટી. વિભાગ દ્વારા તહેવારોને અનુલક્ષીને મુસાફરોને સારી સુવિધા મળે તે ધ્યાને લઇ એકસ્ટ્રા ટીપનું સંચાલન કરવામાં આવ્યું હતું અને મુસાફરોએ આ સુવિધાનાે સારો એવો લાભ લેતા એસ.ટી. વિભાગને કરોડો રૂપિયાની સારી એવી આવક થવા પામી છે.

જામનગર એસ. ટી. ડિવિઝન દ્વારા જામનગર, જામજોધપુર, ખંભાળિયા, ધ્રોલ અને દ્વારકા ડેપો દ્વારા નિયમોનું પાલન કરી જન્માષ્ટમીના તહેવારો દરમિયાન મુસાફરોને વિશેષ સુવિધા મળી રહે તેવા હેતુંથી રેગ્યુલર સંચાલન ઉપરાંત 243 ટ્રીપ એકસ્ટ્રા સંચાલનમાં કરવામાં આવતા રૂા. 10,32,781ની આવક પ્રાપ્ત થઇ છે તથા 19,384 મુસાફરોએ સુવિધાનો લાભ લીધો હતો. જન્માષ્ટમીના તહેવારો દરમિયાન જામનગર વિભાગને કુલ રૂા. 1,38,98,666ની આવક પ્રાપ્ત થઇ છે તથા 2,18,430 મુસાફરોએ સુવિધાનો લાભ લીધો હતો. આમ જામનગર વિભાગે એકસ્ટ્રા સંચાલન દ્વારા સારી આવક મેળવી છે. આ આવકના પગલે વિભાગીય નિયામક દ્વારા તમામ ડેપો મેનેજર અને સુપરવાઇઝર અને સ્ટાફની કામગીરી અને ટીમ વર્ક દ્વારા કરવામાં આવેલી કામગીરીને બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...