એસટીની આવકમાં વધારો:જામનગર એસટી વિભાગને લગ્નસરાની સીઝન ફળી, દરરોજની આવકમાં 5 લાખ રૂપિયાનો વધારો

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિવાળીના તહેવારો બાદ લગ્નની સીઝનમાં પણ એસટી વિભાગની આવકમાં વધારો થયો

જામનગર એસટી વિભાગ હેઠળ આવતા બસ સ્ટેન્ડમાં લગ્નગાળાની સીઝનના કારણે આવકમાં વધારો થયો છે. જામનગર એસટી વિભાગની દૈનિક આવકમાં 5 લાખનો વધારો નોંધાયો છે.

દિવાળી વેકેશનથી એસ.ટી.ની.દૈનિક આવકમાં વધારો થયો હતો.દિવાળી બાદ હવે લગ્નની સિઝન શરૂ થતાં એસ.ટી.ને ભારે વકરો થઇ રહ્યો છે.જાણે લગ્નની સિઝન એસ.ટી.ને ફળી રહી છે.હાલ જામનગર એસ.ટી. વિભાગની આવકમાં રૂ.5 લાખનો વધારો નોંધાયો છે.સામાન્ય રીતે દૈનિક 22 લાખ રૂપિયાની આવક સામે હાલના દિવસોમાં એસ.ટી.ને રૂ.27-28 લાખની આવક થાય છે.

જામનગર એસ.ટી.વિભાગીય કચેરી હેઠળ આવતા દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા અને દ્વારકા ડેપો તેમજ જામનગર જીલ્લાના ધ્રોલ, જામનગર અને જામજોધપુર ડેપો હસ્તકની 228 બસો દૈનિક 245 મંજુર શેડયુઅલ મુજબ 1079 ફેરા કરે છે.વિભાગીય નિયામકની કચેરીના જણાવ્યા પ્રમાણે જામનગર વિભાગ હેઠળ આવતા પાંચેય ડેપોને સામાન્ય દિવસોમાં દૈનિક રૂ.22 લાખની સરેરાશમાં આવક રહેતી હતી.દિવાળીના તહેવાર અગાઉ અને વેકેશન દરમ્યાન આવક વધવા પામી હતી.હાલના તમામ ગ્રામ્ય, તાલુકા, શહેર જીલ્લાઓમાં મોટાપાયે લગ્ન પ્રસંગોમાં આયોજનો હોવાને કારણે હાલ એસટી વિભાગમાં દૈનિક 25 હજારથી વધુ મુસાફરો નોંધાય છે.જે થકીદૈનિક આવકમાંથી રૂ.5 લાખ જેટલો વધારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...