તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અસુવિધા:જામનગર એસ.ટી બસ સ્ટેશનની ‘જલસેવા’ સુવિધા શોભાના ગાંઠીયા સમાન, યાત્રિકોમાં રોષ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા લાંબા સમયથી બંધ હોવા છતાં કોઇ અધિકારીઓના પેટનંુ પાણી હલતું નથી

જામનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં બનાવવામાં આવેલ જલસેવા ઠંડા પાણીનું પરબ છેલ્લા લાંબા સમયથી બંધ હાલતમાં છે અને ઉનાળાની ઋતુ પણ ચાલી ગઇ હોવા છતાં એસ.ટી. વિભાગના અમુક જાડી ચામડીવાળા અધિકારીઓને આ પરબ શરૂ કરવાનું સુઝતું જ નથી અને ડેપોમાં આવતા મુસાફરોને નાછૂટકે બહારથી અને અંદર આવેલ અન્ય એક પરબનું પાણી પીવાની ફરજ પડતી હતી.

જામનગર એસ.ટી. ડેપોમાં બન્ને જિલ્લામાંથી મોટી સંખ્યામાં મુસાફરોનું આવાગમન રહેતું હોય છે પરંતુ મુસાફરોને સુવિધા ઓછી અને અસુવિધાનો સામનો કરવો પડતો હોય છે. ડેપોમાં બે પાણીના પીવાના પરબની વ્યવસ્થા છે. જેમાં એક પરબમાં નળ વાટે પાણી આવે છે ત્યારે બીજી જલસેવા ઠંડા પાણીનું પરબ છે પરંતુ તે 2 વર્ષથી બંધ હાલતમાં છે. આ ઠંડા પાણી માટે જે ઓરડીમાં મશીન મુકવામાં આવ્યું છે તે પણ હવે ભંગાર જેવી હાલતમાં જોવા મળે છે. આવી સારી સુવિધા શરૂ કરવા અધિકારીઓ કોઇ તસ્દી ન લેતા હાેવાથી મુસાફરોમાં ભારે રોષની લાગણી જન્મી છે.

અન્ય શહેરોના ડેપોમાં જલસેવા સુવિધા ઉપલબ્ધ, પરંતુ જામનગરમાં બંધ
જામનગરમાં છેલ્લા લાંબા સમયથી ઠંડા પાણીનું પરબ બંધ હાલતમાં છે ત્યારે ડેપોના કોઇ અધિકારીઓ આ શરૂ કરવા તસ્દી લેતું નથી તે એક મોટો સવાલ છે. ત્યારે મોટા શહેરો સહિતના ડેપોમાં એસ.ટી. વિભાગ દ્વારા ડેપોમાં મુસાફરો માટે આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે તો જામનગરમાં જ કેમ આ સુવિધા શરૂ કરવામાં આવતી નથી તે એક મોટો સવાલ ઉઠયો છે.

અન્ય સમાચારો પણ છે...