હેમાળો:જામનગરમાં 4 વર્ષમાં સૌથી ઓછું 5.8 ડિગ્રી તાપમાન 2020માં નોંધાયું હતું

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં જાન્યુઆરી અને ફ્રેબુઆરી મહિનામાં વધુ કાતિલ ઠંડી પડે છે
  • દર વર્ષે શિયાળામાં ઉતર ભારતમાંથી આવતા કાતિલ ઠંડા પવનને કારણે જામનગરમાં તીવ્ર ઠંડીનો અનુભવાય છે

જામનગરમાં દર વર્ષે ઠંડીની સીઝનના 4 મહિનામાં ખાસ કરીને જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં કાતિલ ઠંડી પડે છે. છેલ્લાં 4 વર્ષમાં 2020 માં જામનગરમાં સૌથી ઓછું 5.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. દર વર્ષે શિયાળામાં ઉતર ભારતમાંથી આવતા કાતિલ ઠંડા પવનને કારણે જામનગરમાં તીવ્ર ઠંડીનો અનુભવ લોકો કરે છે.દર વર્ષે નવેમ્બરથી ફ્રેબુઆરી મહિના સુધી ઠંડીની સીઝન રહે છે.

જામનગર દરિયાકાંઠે આવેલું હોવાથી દર વર્ષે કાતિલ ઠંડીનો અનુભવ લોકો કરે છે. છેલ્લાં 4 વર્ષમાં જામનગરમાં વર્ષ-2020 માં સૌથી ઓછું 5.8 ડિગ્રી તાપમાન કલેકટર કચેરીના કન્ટ્રોલ રૂમમાં નોંધાયું હતું. દર વર્ષે જામનગરમાં ઠંડીની સીઝનના ચાર મહિના પૈકી જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં કાતીલ ઠંડી પડયાનું નોંધાયું છે. નવેમ્બર અને ડીસેમ્બર મહિનામાં ઠંડીનું જોર ઓછું રહે છે.

ફેક્ટફાઇલ|વર્ષ-2017 થી 2020 સુધીમાં સીંગલ ડીઝીટમાં નોંધાયેલું લઘુતમ તાપમાન

તારીખતાપમાન
1/1/20177.2
12/1/20179.5
13/1/20179
7/2/20178.5
8/2/20179.5
10/2/20178.5
24/12/20177.8
1/1/20189.8
2/1/20187.5
8/1/20189.5
15/12/20189.8
21/12/20189.5
2/1/20199.5
2/1/20199.8
7/1/20199
30/1/20198.5
8/2/20199
9/2/20198
30/12/20199.2
15/1/20208.5
17/1/20207.5
21/1/20209
30/1/20208.5
31/1/20208.5
2/1/20208
2/2/20206
28/12/20209.5
29/12/20208.5

​​​​​​​

બાજરા સંશોધન કેન્દ્રમાં થર્મોમીટરથી તાપમાન મપાય છે
જામનગરમાં સમર્પણ હોસ્પિટલ નજીક બાજરા સંશોધન કેન્દ્ર આવેલું છે. જેમાં દરરોજ મહતમ અને લઘુતમ તાપમાન થર્મોમીટર અને ઓટોમેટીક મશીનથી માપવામાં આવે છે. આ થર્મોમીટરમાં એક વખત વધેલું અને ઘટેલું તાપમાન બતાવે છે. ત્યારબાદ તેને સેટ કરવામાં આવે છે.બાજરા સંશોધન કેન્દ્ર દ્વારા આ તાપમાન કલેકટર કન્ટ્રોલ રૂમ કચેરીને મોકલવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...