સિધ્ધિ:સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશમાં જામનગર 23માં ક્રમે

જામનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષે 382 શહેરોમાંથી 28 મો નંબર હોય 5 ક્રમનો સુધારો થયો : દર વર્ષે સર્વેક્ષણ કરવામાં આવે છે
  • કેન્દ્ર સરકારના સર્વેક્ષણમાં કુલ 6,000 માંથી 4241.18 ગુણ મળ્યા : અવ્વલ નંબર મેળવવા પ્રયાસ જરૂરી

ભારત સરકારના સ્વચ્છતા સર્વેક્ષણ-2021માં દેશના 372 માંથી જામનગરનો 23 મો નંબર આવ્યો છે. ગત વર્ષે 382 શહેરમાંથી જામનગરનો 28 મો નંબર હોય 5 ક્રમનો સુધારો થયો છે. કેન્દ્ર સરકાના સર્વેક્ષણમાં કુલ 6000 માંથી 4241.18 ગુણ મળ્યા હતાં.ભારત સરકાર દ્વારા દર વર્ષે સ્વચ્છતા અંગે શહેરોમાં સર્વે કરી માર્કસ-ફાળવણીના આધારે નંબર જાહેર કરવામાં આવે છે. ગત રવિવારે દિલ્હીમાં આયોજીત કાર્યક્રમમાં સ્વચ્છતા સર્વેક્ષણ-2021ના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતાં.

જેમાં 10 લાખથી ઓછી વસતિ ધરાવતા 372 શહેરોમાંથી જામનગર 23 માં ક્રમે આવ્યું હતું. આ એવોર્ડ જામનગરના મેયર બિનાબેન કોઠારી અને શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યાએ સ્વીકાર્યો હતો. અગાઉના પરિણામમાં 187 માંથી જામનગર 85 માં ક્રમે રહ્યું હતું. જયારે વર્ષ-2020માં ભારતના કુલ 382 શહેરોમાંથી જામનગર 28 માં ક્રમે રહ્યું હતું. આથી ચાલુ વર્ષે 23 મો નંબર આવતા 5 ક્રમનો સુધારો થયો છે. જોકે, સ્વચ્છતા સર્વેક્ષણમાં હજુ અવ્વલ નંબર મેળવવા જામનગર મહાનગરપાલિકાએ વધુ પ્રયાસ કરવા જરૂરી છે.

જામનગરે સ્વચ્છતા સર્વેક્ષણમાં કઇ કેટેગરીમાં કેટલા માર્ક મેળવ્ય અને ગુમાવ્યા
વિભાગકુલ માર્કસમેળવ્યાગુમાવ્યા
સર્વિસ લેવલ પ્રોસેસ24001,877522.87
ઓડીએફ અને જીએફસી18001,100700
સીટીઝન વોઇસ18001,265535.35
અન્ય સમાચારો પણ છે...