તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેલવેને કોરોનાનું ગ્રહણ:જામનગર રેલવેની આવકમાં રૂા. 4.98 કરોડનું ગાબડું

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્ષે 2020-21માત્ર 51631લોકોએ ટ્રેન સેવાનો લાભ લીધો
  • કોરોના મહામારીના કારણે લોકોએ મુસાફરી કરવાનું ટાળતા રેલ્વે વિભાગને અમુક ટ્રેન રદ્દ કરવી પડી હતી

છેલ્લા 1 વર્ષથી કોરોનાએ ભારત ભરમાં આતંક મચાવ્યો છે, ત્યારે ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યા 6 લાખને પાર થઈ ગઈ છે જેને પગલે લોકો સ્વજાગૃત થઈને બહાર જવાનું ટાળી રહ્યા છે અને મુસાફરી તો અત્યંત જરૂરી જણાય તો અને તો જ કરી રહ્યા છે. બીજી તરફ લોકડાઉન તથા ટ્રેન રદ્દ થવાના કારણે મુસારોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. વર્ષ 2019 - 20 ની સરખામણીએ વર્ષ 2020 -2021માં 86000થી વધુ મુસાફરોનો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડાને પગલે જામનગર રેલવેની આવકમાં રૂ. 4.98 કરોડનું ગાબડું પડયું છે.

ગત વર્ષે થયેલી કોરોના મહામારીની એન્ટ્રી બાદ લાદવામાં આવેલા લોક ડાઉન અને મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વર્ષ 2019 - 20માં 138062 લોકોએ ટ્રેન સેવાનો લાભ લઇ મુસાફરી કરી હતી. જેને પગલે વર્ષ 2019 - 20માં જામનગર રેલવેને રૂ.7,72,22,122 ની આવક થઈ હતી.

વર્ષ 2020- 21માં લોકડાઉન તથા કોરોનાની બીજી ઘાતક લહેરને કારણે લોકો સ્વયં જાગૃત બની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે તો અત્યંત જરૂરી હોય તો અને તો જ લોકો મુસાફરી કરી રહ્યા છે. જેના કારણે ઓછા મુસાફરોના કારણે પશ્ચિમ રેલવે કેટલીક ટ્રેનો રદ કરી છે. આ તમામ કરણોસર વર્ષ 2020 - 21 માં માત્ર 51631 મુસાફરોએ ટ્રેન સેવાનો લાભ લેતા મુસાફરોની સંખ્યામાં 86431 નો ધટાડો નોંધાયો હતો તો રેલવે વિભાગને રૂ.2,73,90,129 ની આવક થઇ હતી. આથી વર્ષ 2019-20ની સરખામણીએ વર્ષ 2020-21 માં જામનગર રેલવે વિભાગની આવકમાં રૂ. 4,98,31,993નો ઘટાડો નોંધાયો છે.

મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડાની ફેક્ટફાઇલ
​​​​​​​

મહિનો2019-202020-2021
એપ્રિલ10840-
મે13568-
જૂન11593-
જુલાઈ14430-
ઓગસ્ટ10791277
સપ્ટેમ્બર102671011
ઓક્ટોબર102795580
નવેમ્બર118235675
ડિસેમ્બર128126052
જાન્યુઆરી1486212635
ફેબ્રુઆરી1276712377
માર્ચ40348024

​​​​​​​

રેલવે વિભાગની આવકની હાઇલાઇટ્સ(રૂપિયામાં)

મહિનો2019-202020-2021
એપ્રિલ6349174-
મે8248810-
જૂન6802719-
જુલાઇ7232601-
ઓગસ્ટ5397283295310
સપ્ટેમ્બર5343750549304
ઓક્ટોમ્બર53225912733808
નવેમ્બર61717842756866
ડીસેમ્બર69278963749025
જાન્યુઆરી90735661764410
ફેબ્રુઆરી76396347724065
માર્ચ27123415060475

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...