દારૂની હેરાફેરી:જામનગરમાં પોલીસે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થા સાથે મકાનમાલીકને ઝડપી પાડ્યો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 59 હજારની કિંમતની કુલ 118 બોટલ કબ્જે લઈ આગળની કાર્યવાહી શરૂ કરી

જામનગરમાં નવાગામ ઘેડ નજીક સિદ્ધેશ્વર સોસાયટી વિસ્તારમાં એક રહેણાંક મકાન પર પોલીસે દારૂ અંગે દરોડો પાડ્યો હતો. ત્યારે રહેણાંક મકાનમાંથી 118 નંગ ઈંગ્લીશ દારૂની બોટલનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂના જથ્થાને કબજે કરી મકાન માલિકની અટકાયત કરી લીધી છે.

આ દરોડાની વિગત એવી છે કે, જામનગરમાં નવાગામ સિદ્ધેશ્વર સોસાયટી શેરી નંબર-2માં રહેતા પંકજ મનસુખભાઈ પરમારના રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દારૂની બોટલનો જથ્થો ઉતારવામાં આવ્યો છે, તેવી ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. જેથી પોલીસે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો.

આ દરોડા દરમિયાન રહેણાંક મકાનમાંથી 118 નંગ ઈંગ્લીશ દારૂની બોટલનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે રૂ.59 હજારની કિંમતનો ઇંગ્લિશ દારૂ કબજે કરી લઈ મકાન માલિક પંકજ પરમારની અટકાયત કરી લીધી છે. પોલીસે હાલ આરોપીની વધુ પુછપરછ હાથ ધરી રિમાન્ડની કાર્યવાહી શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...