લોનના નામે છેતરપિંડી:જામનગર પોલીસનું કર્ણાટકમાં મેગા ઓપરેશન, ઈન્સ્ટન્ટ લોનના નામે તોડ કરતી ગેંગ ઝડપાઈ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કર્ણાટકમાં ધામા નાખીને આંતરરાજ્ય ગેંગના ત્રણ સભ્યોને ઉપાડી લીધા
  • લેપટોપ-મોબાઈલ ફોન- સીમકાર્ડ સહિતનું સાહિત્ય કબજે
  • બેંક એકાઉન્ટમાં 16.42 લાખની રકમ ફ્રીજ કરાવાઈ

જામનગરની સાઇબર ક્રાઇમ સેલની ટRમને સતત બે મહિનાની દોડધામ પછી ચાઈનીઝ ઇન્સ્ટન્ટ લોન એપ્લિક્શનના નામે ફોડ અને બ્લેકમેઇલ કરતી આંતરરાજ્ય ગેંગને પકડી પાડવા માટે મોટી સફળતા સાંપડી છે, અને કર્ણાટક રાજ્યમાં ધામા નાખી ઉચ્ચ અભ્યાસ કરતાં ૩ શખ્સોને ઝડપી લીધા છે, અને જામનગર લઈ આવી ત્રણ દિવસના રિમાન્ડ પર લીધા છે. જેઓ પાસેથી લેપટોપ- મોબાઈલ ફોન-સીમકાર્ડ સહિતનું થોકબંધ સાહિત્ય કબ્જે કર્યું છે, અને 16.42 લાખથી વધુની રકમ ફ્રીજ કરાવી દીધી છે. આ ટોળકીનું પગેરું છેક તાઈવાન સુધી લંબાયેલું હોવાનું પણ જાણવા મળ્યું છે.

જામનગરની સાઇબર ક્રાઇમ સેલની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર પી.પી. પીઝા તેમજ તેમની ટીમને જામનગર શહેરના અને આસપાસના વિસ્તારના 5 યુવાનો તથા ત્રણ યુવતીઓ સહિત આઠ જેટલા વ્યક્તિ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી, અને છેલ્લા બે મહિના દરમિયાન મોબાઇલ ફોનની ચાઈનીઝ ઇનસ્ટંટ એપ્લિકેશન મારફતે ઠગ ટોળકી દ્વારા પોતાને યેન-કેન પ્રકારે પરેશાન કરી નાણાં પડાવી લઈ ફોડ કરતા હોવાનું જણાવાયું હતું.

ફરિયાદ અરજીના અનુસંધાને જામનગરની સાઇબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી અને જુદા જુદા એક્સેસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી હતી, અને બે મહિનાની સખત મહેનતના અંતે કર્ણાટક સુધી તપાસનો દોર લંબાવ્યો હતો. જ્યાં સાઈબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા સતત 5 દિવસ સુધી ધામા નાખવામાં આવ્યા હતા, અને કર્ણાટક રાજ્યના બેંગલોરમાં રહેતા ભીમસેન હનુમંતાચાર્ય મઠઠ ઉ.વર્ષ ૩૩ કે જેણે એમ.બી.એ.નો અભ્યાસ કર્યો છે. તેની અટકાયત કરી લીધી હતી.આ ઉપરાંત કર્ણાટક રાજ્યના ચીકમંગલૂરમાં રહેતા અને એમબીએનો અભ્યાસ કરી ચુકેલા મહમદ ઉઝેર શરીફ મકબુલ મોહમ્મદ શરીક ની અટકાયત કરી હતી. જ્યારે કર્ણાટક રાજ્યના ચીકબલાપુરમાંથી ત્રીજાની અટકાયત કરી હતી.

ત્રણેય શખ્સોને જામનગર લઇ આવ્યા હતા, અને અદાલત સમક્ષ રજૂ કરી તેઓને ત્રણ દિવસના રિમાન્ડ પર લેવાયા છે. પોલીસ દ્વારા તેઓ પાસેથી જુદી જુદી કંપનીના 19 નંગ સીમકાર્ડ,1 લેપટોપ, 3 નંગ મોબાઇલ ફોન વગેરે સાહિત્ય કબજે કરી લીધું છે. ઉપરાંત ત્રણેયના જુદા જુદા બેંક એકાઉન્ટમાં ફોડ ના માધ્યમથી જમા કરેલી16,42,236 ની રકમને ફીઝ કરાવી દીધી છે.

પોલીસની ઊંડાણપૂર્વકની પૂછપરછ દરમિયાન જાણવા મળતી વિગતો અનુસાર ઉપરોક્ત ટોળકી ચાઈનીઝ ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશન બનાવીને હોળા પ્રમાણમાં વિવિધ સાઇટ્સ ઉપર પ્રસિદ્ધિ કરી અને એપ ઇન્સ્ટોલ થયાની સાથે તમામ એપ્લિકેશન ધારકના ફોન કોન્ટેક્ટ, ગેલેરી, અને અન્ય સંવેદનશીલ માહિતીઓ વિવિધ એક્સેસ મારફતે મેળવી લેતા હતા, ત્યાર કે.પછી એપ્લિકેશન ડાઉનલોડ કરીને બળજબરીથી લોન આપ્યા પછી ગેરકાયદે રીતે ઊંચા વ્યાજ દરો, પ્રોસેસિંગની ફી ની બળજબરી પૂર્વક માગણી કરતા હતા, અને રિક્વરી કરતા હતા.જેના એજન્ટો દ્વારા સેંકડોની સંખ્યામાં સતત કોલ કરીને એપ્લિકેશન ધારકને માનસિક સતામણી કરતા હતા. ઉપરાંત ભોગ બનનારના તમામ કોન્ટેક્ટ ઉપર લોન ધારક ચીટર છે, ખરાબ ચારિત્રના છે, તેમના પર વિસ્વાસ કરવો નહીં, વગેરે પ્રકારના મેસેજ મોકલી બદનક્ષી કરતા હતા.

ઉપરાંત ભોગ બનનારના ફોટા મોર્ક કરીને તેમાં પણ અપશબ્દો લખી તમામ કોન્ટેક્ટને મોકલી દઈ વિવિધ રીતે તેનો ડેટા લીક કરી દેતા હતા. તેમજ બ્લેકમેલનો ભોગ બનનાર પાસેથી જુદી જુદી રીતે નાણાં પડાવી લેતા હતા. આ પ્રકારની જામનગર પંથકમાંથી કુલ આઠ ફરિયાદ જામનગરની સાઇબર ક્રાઇમ સેલને મળી હતી, જે ફરિયાદોના અનુસંધાને ઉપરોક્ત સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી. અને આખરે કર્ણાટક રાજ્યમાં ત્રણ સૂત્રધાર સુધી સાઇબર ક્રાઇમ સેલની ટીમે પહોંચવામાં સફળતા સાંપડી છે.

ઉપરોક્ત ત્રણેય શખ્સોની ઊંડાણ પૂર્વકની પૂછપરછ દરમિયાન સમગ્ર ફોન વગેરે સાહિત્ય કબજે કરી લીધું છે. ઉપરાંત ત્રણેયના જુદા જુદા બેંકફ્રોડનું પગેરૂં તાઈવાન સુધી લંબાયેલું છે.તાઇવાન ના મુખ્ય ભેજાબાજો કે જેઓ અગાઉ કર્ણાટક રાજ્યના બેંગ્લોરમાં આવ્યા હતા, અને ઉપરોક્ત ત્રણેય શખ્સોને મળ્યા હતા. જેઓ સાથે મળીને સમગ્ર પ્લાન ઘડાયો છે, જેના આધારે સમગ્ર દેશભરના યુવાઓને લોનના બહાને ફસાવીને બળજબરીપૂર્વક નાણાં પડાવવામાં આવી રહ્યા હોવાનું જાણવા સમગ્ર કાર્યવાહી સાયબર સેલ ની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર પી.પી.ઝા તેમજ પીએસઆઈ એ. આર. રાવલ,એ.એસ. આઈ. ડી. જે ભૂસા, સી.ડી. વાઘેલા વિકીભાઈ ઝાલા, ભગીરથસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, બીપીનભાઈ દેસાણી, ધર્મેશભાઈ વનાણી, રાજેશ ભાઈ પરમાર, કનુભાઈ હુંબલ, કલ્પેરાભાઈ મૈયડ, રાહુલ ભાઈ મકવાણા, જેસાભાઇ ડાંગર, અંજનાબેન વાઘ, ગીતાબેન હીરાણી, ચંદ્રિકાબેન ચાવડા, અલકાબેન કરમુર, પૂજાબેન ધોળકિયા, દિપ્તીબેન કુંભારાણા, અને નીલમબેન સહિતની સમગ્ર ટીમે સતત બે મહિના સુધી કોમ્પ્યુટર એનાલિસિસ ની મદદથી ચિટર ટોળકી સુધી પહોંચવા માટેની જહેમત ઉઠાવી હતી.

છેતરપિંડીના તાર છેક તાઈવાન સુધી પહોંચ્યા
જામનગર પંથકમાંથી 8 ફરિયાદ જામનગરની સાઇબર ક્રાઈમ સેલ ને મળી હતી, જે ફરિયાદોના અનુસંધાને સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી અને આખરે કર્ણાટક રાજ્યમાં ત્રણ સૂત્રધાર સુધી સાઇબર ક્રાઇમ સેલની ટીમે પહોંચવામાં સફળતા સાંપડી છે. ઉપરોક્ત ત્રણેયની પૂછપરછ દરમિયાન સમગ્ર ફ્રોડનું પગેરૂં તાઇવાન સુધી લંબાયેલું છે. તાઇવાનના મુખ્ય ભેજાબાજો કે જેઓ અગાઉ કર્ણાટક રાજ્યના બેંગ્લોરમાં આવ્યા હતા અને ઉપરોક્ત ત્રણેયને મળ્યા હતા. જેઓ સાથે મળીને સમગ્ર પ્લાન ઘડાયો છે. દેશભરના યુવાઓને લોનના બહાને ફસાવીને બળજબરીપૂર્વક નાણાં પડાવવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...