તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:હર્બલ પ્રોડકટસના બહાને 25 લાખના ચીટીંગમાં ફરારી ઝબ્બે,જામનગર પેરોલ ફર્લો સ્કવોડે સુભાષ બ્રિજ પાસેથી દબોચી લીધો

જામનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં પેરોલ ફર્લો સ્કવોડની ટુકડીએ ઉતરાખંડના બાજપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 25 લાખના ચીટીંગ પ્રકરણમાં એક વર્ષથી નાસતા ફરતા આરોપીને દબોચી લીઘો હતો જેને સીટી બી પોલીસ મથકને સોંપી આપ્યો છે. પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ જામનગરમાં એલસીબીના પી.આઇ. કે.જી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ એ.એસ.ગરચર અને ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી જે વેળાએ સ્ટાફને ઉતરાખંડના હર્બલ લીકવીડ પ્રોડકટસના બહાને મહારાષ્ટ્ર અને ગુડગાંવ(હરીયાણા)ની ચીટર ગેંગ સાથે મળી રૂ. 25 લાખની છેતરપીડી પ્રકરણમાં નાસતા ફરતા આરોપી વિશે બાતમી મળી હતી જેના આધારે પોલીસ ટીમે વોચ ગોઠવીને શહેરના સુભાષ બ્રિજ પાસેથી નાસતા ફરતા આરોપી હિતેશ કિશોરભાઇ ગોહિલ (રે.ગોમતીપુર, કડીયા જ્ઞાતિની વાડી પાસે)ને દબોચી લીઘો હતો.

પોલીસના સકંજામાં સપડાયેલા આરોપી એકાદ વર્ષ પુર્વે ઉતરાખંડ રાજયના ઉધમસિ઼હનગર જિલ્લાના બાજપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ચીટીંગના ગુનામાં નાસતો ફરતો રહયો હોવાનુ ખુલ્યુ હતુ.જેની વિધિવત અટક બાદ તેનો કબજો કાયદાકિય કાર્યવાહી માટે સીટી બી પોલીસને સુપરત કર્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો