પ્રાકૃતિક ખેતી:આત્મા પ્રોજેક્ટ જામનગર દ્વારા રણુજા, કાલાવડના મેળામાં પ્રાકૃતિક કૃષિ ખેત પેદાશોનું વેચાણ તથા સાહિત્ય વિતરણ કરાયું

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગર મા રાજ્યપાલશ આચાર્ય દેવવ્રતજી દ્વારા સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ પ્રચાર પ્રસાર અભિયાન હાલ વેગવંતું બનાવવામાં આવ્યુ છે. જેના અનુસંધાને જામનગર જિલ્લાના આત્મા પ્રોજેક્ટના પ્રોજેક્ટ ડાયરેક્ટર બી.એમ.આગઠના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિની વિવિધ કામગીરીઓ કરવામાં આવી રહેલ છે.જેમાં જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં રણુંજા ખાતે યોજાયેલ મેળામાં આત્મા પ્રોજેક્ટ જામનગર દ્વારા જનતાને રોગમુક્ત ખેત ઉત્પાદનો મળી રહે તે માટે પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતો દ્વારા ઉત્પાદિત થયેલ પ્રાકૃતિક કૃષિની ખેત પેદાશોના વેચાણ માટે સ્ટોલ ગોઠવેલ છે.

આ પ્રાકૃતિક કૃષિના ખેત પેદાશોના સ્ટોલમાં પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતો દ્વારા ઉત્પાદિત વિવિધ પ્રાકૃતિક કૃષિ ખેત પેદાશોનું વેચાણ કરવામાં આવનાર છે. તેમજ જિલ્લાના અને અન્ય ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરવા માટે પ્રેરાય અને પ્રાકૃતિક કૃષિ કરતાં થાય તે માટે સ્ટોલ પરથી પ્રાકૃતિક કૃષિની બુક અને અન્ય સાહિત્યનુ વિતરણ પણ કરવામાં આવનાર છે. જેનો લાભ લેવા આથી આમ જનતાને જણાવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...