તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પૂરતો જથ્થો:જામનગરમાં અઢી માસ ચાલે તેટલું પાણી, શહેરમાં દૈનિક 110 એમએલડી પાણીની જરૂર

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગયા વર્ષે જામનગર જિલ્લાના તમામ ડેમ ઓવરફલો થયા હતા
  • રણજીત સાગર ડેમમાંથી 35,સસોઈ ડેમ માંથી 25, આજી 3 અને ઊંડે 1 માંથી પણ 25- 25-એમએલડી પાણી લઈને શહેરને પૂરું પડાય છે

જામનગરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ માં હજી અઢી માસ સુધી પાણી શહેરને આપી શકાય તેટલું છે. જામનગર જિલ્લામાં 2020 માં સરેરાશ ગયા વર્ષે 51 ઇંચ જેટલો વરસાદ પડયો હોવા થી જામનગર જિલ્લાના તમામ ડેમ ઓવરફલો થયા હતા જ્યારે ચોમાસુ ગણતરીના દિવસોમાં શરૂ થઈ રહ્યું છે ત્યારે જામનગરને પીવાનું પાણી પુરું પાડતા મુખ્ય જળસ્ત્રોતોમાં હજુ અઢી માસ કેટલું પાણી ચાલે તેમ છે.

જામનગર શહેરને દૈનિક 110 મિલિયન લિટર ડેન્સિટી પાણીની જરૂરિયાત પૂરી કરવા મહાનગરપાલિકાના શાખા દ્વારા જામનગરમાં રણજીત સાગર ડેમમાંથી 35,સસોઈ ડેમ માંથી 25, આજી 3 અને ઊંડે 1 માંથી પણ 25- 25- એમએલડી પાણી લઈને શહેરને પૂરું પાડવામાં આવી રહ્યું છે જ્યારે ગયા વર્ષે ભારે વરસાદના કારણે શહેરને પીવાનું પાણી પુરું પાડતાં જીવાદોરી સમાન રણજીતસાગર,સસોઈ ,આજી 3 અને ઊંડે 1 ડેમ સહિત જામનગર જિલ્લાના તમામ ડેમ છલકાયા હતા. જેમાં મહિનાઓ સુધી વેતાપાણી રહ્યા હતા હાલ જામનગર શહેરમાં પૂરતું પાણી મળી રહે છે.

વોટર વર્કસ શાખાના કાર્યપાલ એન્જિનિયર પી.બીમબોખાણીએ જણાવ્યું હતું કે, ડેમોમાં પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે હજુ અઢી માસ ચાલે તેટલું રણજીતસાગર સહિતના ડેમોમાં પાણી છે. બીજી બાજુ જામનગરના રણમલ તળાવમાં પાણીની બમ્પર આવક થઇ હતી. અને તળાવ પણ ઓવરફ્લો થયું હતું પરંતુ શહેરમાં બોરમાં પાણીના તળ હજી સુધી ટકી શક્યા છે અને તળાવના પાણીનું બાષ્પીભવન થવા ઉપરાંત તળાવમાં પણ પાણી નો ઉપાડ વધુ રહ્યો હોવાથી ફેબ્રુઆરી માસમાં તળાવની સપાટી પણ ઘટી હતી. જ્યારે જામનગર શહેરને પીવાનું પાણી હજુ અઢી માસ સુધી મળી રહે તેટલો પાણીનો જથ્થો હાલ ડેમોમાં પડ્યો છે.

જામનગર શહેરને પીવાનું પાણી મળી રહે છે તેવા ડેમો અને કેટલું પાણીનો જથ્થો ઉપાડે છે તેની વિગત

ડેમ પાણીની સપાટી જથ્થો રણજીતસાગર 19.58 497રસોઈ 11.12 329આજી 3 16.79 691ઉંડ 1 7.12 394હજી જામનગરને પાણીની કોઇ પણ પ્રકારની તકલીફ ન પડે તેટલો ડેમમાં પાણીનો જથ્થો રહેલો છે.

અન્ય સમાચારો પણ છે...