ચૂંટણી:જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ-ઉપાધ્યક્ષની બિનહરીફ વરણી થઇ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચેરમેનનો તાજ મનીષ કનખરાના શીરે, વાઇસ ચેરમેન તરીકે પ્રજ્ઞાબા સોઢાની નિમણૂંક

જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના હોદ્દેદારોની ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી. જેમાં અધ્યક્ષ પદે મનિષ કનખરા અને ઉપાધ્યક્ષ પદે પ્રજ્ઞાબા સોઢાની બિનહરિફ વરણી કરવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો માટેની ચૂંટણીઓ સંપન્ન થયા પછી ગેઝેટમાં નામ પ્રસિદ્ધ નહીં થતાં મહિનાઓ સુધી ચેરમેન-વાઈસ ચેરમેનની વરણી થઈ શકી ન હતી. આખરે ગેઝેટ પ્રસિદ્ધ થતા જ ચૂંટણી કાર્યક્રમ જાહેર થયો હતો. શનિવારે સવારે મેયર બિનાબેન કોઠારીના અધ્યક્ષસ્થાને ચૂંટણી યોજાઈ હતી. જેમાં અધ્યક્ષ તરીકે મનિષ કનખરા અને ઉપાધ્યક્ષ પદે પ્રજ્ઞાબા સોઢાની બિનહરિફ વરણી કરવામાં આવી હતી. ચેરમેન પદ માટેની દરખાસ્તસ રમેશ કંસારાએ મૂકી હતી, જેને નારણભાઈ મકવાણાએ ટેકો આપ્યો હતો. જ્યારે ઉપાધ્યક્ષ પદ માટેની દરખાસ્ત પરસોત્તમ કાકનાણીએ મૂકી હતી. જેને મનિષાબેન બાબરિયાએ ટેકો આપ્યો હતો. સામા પક્ષે કોઈપણ દરખાસ્ત રજૂ નહી થતાં બિનહરિફ વરણી થવા પામી હતી. સામા પક્ષે કોંગ્રેસ તરફી આનંદ ગોહિલ એક માત્ર વિજેતા થયા હોવાથી તેમના માટે દરખાસ્ત મૂકનાર જ કોઈ ન હતું. અા તકે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ સહિતના ભાજપના અગ્રણીઓ હાજર રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...