જામનગર પાલિકા-પંચાયત રિઝલ્ટ:જામનગર જિલ્લા પંચાયતમાં ભાજપ તો સિક્કા નગરપાલિકામાં કોંગ્રેસની જીત, 6 તાલુકા પંચાયતમાં 4માં ભાજપનો ભગવો લહેરાયો, 2 અનિર્ણિત

જામનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જામનગર જિલ્લા પંચાયતમાં 2015માં ભાજપને 7 અને કોંગ્રેસને 17 બેઠક મળી હતી
  • 6 તાલુકા પંચાયતમાં 2015માં ભાજપને 29, કોંગ્રેસને 81 અને અન્યને 1 બેઠક મળી હતી

જામનગર જિલ્લા પંચાયત પર ભાજપે કબજો કર્યો છે. 24 બેઠકમાંથી ભાજપને 18, કોંગ્રેસને 5 અને અન્યને 1 બેઠક મળી છે. સિક્કા નગરપાલિકા પર કોંગ્રેસે કબજો કર્યો છે.

જામનગર જિલ્લા પંચાયતની 24 બેઠક પર 64.86 ટકા મતદાન નોંધાયું હતું. સિક્કા નગરપાલિકાની 28 બેઠક પર 65 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે જામનગરની 6 તાલુકા પંચાતયની 112 બેઠક પર 70 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. જામનગર જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે. તેમજ સિક્કા નગરપાલિકામાં કોંગ્રેસની જીત થઇ છે. જ્યારે 6 તાલુકા પંચાયતમાં 4માં ભાજપનો ભગવો લહેરાયો છે અને 2 તાલુકા પંચાયતમાં ટાઇ થતા અનિર્ણિત થઇ છે.

2015નું રિઝલ્ટ
જામનગર જિલ્લા પંચાયતની 24 બેઠક પર 2015માં ભાજપને 7 અને કોંગ્રેસને 17 બેઠક મળી હતી. જામનગરની 6 તાલુકા પંચાયતની 112 બેઠક પર 2015માં ભાજપને 29, કોંગ્રેસને 81 અને અન્યને 1 બેઠક મળી હતી.