જામનગર મહાનગરપાલિકાના આઇસીડીએસ વિભાગ ખાતે રાજ્ય સરકારની પૂર્ણા યોજના કાર્યરત છે, જેમાં કિશોરીઓ માટે આરોગ્ય અને પોષણને લગતા વિવિધ કાર્યક્રમો નું આયોજન હાથ ધરવામાં આવે છે તાજેતરમાં મહાનગરપાલિકાના આઇસીડીએસ વિભાગ દ્વારા કિશોરીઓ માટે દરેક આંગણવાડી કેન્દ્ર પર આ યોજના અંતર્ગત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દરેક જિલ્લામાં આઇસીડીએસ શાખા ખાતે પૂર્ણા યોજના અંતર્ગત પ્રતિ માસ ચોથા મંગળવારે વિવિધ પ્રવૃત્તિઓ આંગણવાડી કેન્દ્ર પર કરવામાં આવે છે , જેમાં આરોગ્ય અને પોષણને લગતી કામગીરી નું આયોજન મનપાની આઈસીડીએસ શાખા દ્વારા હાથ ધરવામાં આવે છે ,આ કાર્યક્રમ અંતર્ગત 15 થી 18 વર્ષની કિશોરીઓ અને શાળાએ જતી કિશોરીઓ ભાગ લઈ શકે છે જેમાં ગત મંગળવારના રોજ જામનગર મહાનગરપાલિકા ના તમામ આંગણવાડી કેન્દ્ર પર દોરડા કૂદ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 6012 કિશોરીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો , દરેક કેન્દ્ર પર કિશોરીઓનો ઉત્સાહ વધારવા માટે પ્રોત્સાહક ઇનામ પણ આપવામાં આવ્યા હતા , પૂર્ણ કન્સલ્ટન્ટ દ્વારા કિશોરીઓને પૌષ્ટિક આહાર લેવાના ફાયદા વિશે તજજ્ઞો દ્વારા વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. આ સમગ્ર કામગીરી ને સફળ બનાવવા માટે આઇસીડીએસ શાખાના સીડીપીઓ તેમજ પૂર્ણ કન્સલ્ટન્ટ, મુખ્ય સેવિકા બહેનો, કાર્યકર બહેનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.