ઘાસ વિક્રેતાઓ પર તવાઈ:જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગ દ્વારા ઘાસ વિક્રેતાઓ પર તવાઈ

જામનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂદા જૂદા વિસ્તારોમાંથી 60 મણ ખાસ જપ્ત કર્યું

જામનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ તથા એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેર માર્ગો પર ઘાસચારાનું વેચાણ કરતા આસામીઓ પાસેથી ઘાસચારો જપ્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

50થી 60 મણ ઘાસ જપ્ત
આ અંગેની માહિતી મુજબ જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડીની સૂચના અનુસાર શહેરમાં ગેરકાયદેસર રીતે અને ટ્રાફિકને અડચણરૂપ ઘાસચારાનું વેચાણ કરતા આસામીઓ પર કડક કાર્યવાહીની સૂચનાના અનુસંધાને આજે સવારે એસ્ટેટ વિભાગના નીતિન દીક્ષિતની રાહબરી હેઠળ શહેરના મીંગ કોલોની વિસ્તાર, સાધના કોલોની, આર્ય સમાજ રોડ, મારું કંસારાની વાડી સહિતના વિસ્તારોમાંથી આજે સવારે એસ્ટેટ વિભાગે અંદાજિત 50થી 60 મણ ઘાસચારો જપ્ત કરી બેડેશ્વર ખાતે આવેલ મહાનગરપાલિકાના ગાયના ડબ્બે આ ઘાસચારો મોકલવામાં આવ્યો હતો.

પોલીસ ફરિયાદની પણ કાર્યવાહી કરાશે
એસ્ટેટ તથા સોલીડ વેસ્ટ શાખા દ્વારા ઘાસ જપ્તીની તથા દંડકીય કાર્યવાહી હાથ ધરી ઘાસ વેચવાવાળાઓ ને સૂચિત આવ્યા હતા અને કોઈ જગ્યાએ ઘાસ વેચવું નહીં તેમજ નાગરિકોને ઘાસ ન ખરીદી સહકાર આપવા વિનંતી કરવામાં આવી હતી. જે લોકો ઘાસ વેચવાનું ચાલુ રાખશે તેઓ ઉપર પોલીસ ફરિયાદની પણ કાર્યવાહી કરવામાં આવશે તેમજ જે લોકો ખાસ ખરીદી જાહેર જગ્યા ઉપર નાખશે તેમના ઉપર પણ ફરિયાદની કાર્યવાહી કરવામાં આવશે જેની તેમજ જે લોકો ઘાસની ખરીદી કરી જાહેર જગ્યા ઉપર ઘાસ નાખશે તેમના પર પણ ફરિયાદની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેની તમામ લાગતા વળગતા ઘાસ વિતરકોએ નોંધ લેવી.

અન્ય સમાચારો પણ છે...