તંત્રની કડક કાર્યવાહી:જામનગર મહાનગરપાલિકાએ 7 બાકીદારોને વેરા વસૂલાતની નોટિસ ફટકારી, 26 આસામીઓ પાસેથી 10 લાખથી વધુની વસૂલાત

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગર મહાનગરપાલિકા દ્વારા બાકી મિલકત વેરાની વસૂલાત કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે સાત આસામીઓને નોટિસ ફટકારવામાં આવી હતી. તેમજ 26 આસામીઓ પાસેથી કુલ રૂા.10 લાખથી વધુની વેરા વસૂલાત કરવામાં આવી હતી.

વેરા વસૂલાત ઝુંબેશ ચલાવાઈ
જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા દ્વારા બાકી રહેતી મિલકત વેરા વસૂલાત ઝુંબેશ ચલાવાઈ રહી છે. જે અંતર્ગત કુલ-7 બાકીદાર આસામીઓ કે જેઓનો મિલ્કત વેરો કુલ રૂ.1,94,150 બાકી રોકાય છે તે આસામીઓને સ્થળ પર અનુસૂચિની બજવણી કરવામાં આવેલ છે.
તદઉપરાંત વોર્ડ નં.5 માં 3 આસામી પાસેથી રૂ.5,88,157, વોર્ડ નં.6 માં 3 આસામી પાસેથી રૂ.53,038, વોર્ડ નં.8 માં 1 આસામી પાસેથી રૂ.6,068, વોર્ડ નં.13 માં 1 આસામી પાસેથી રૂ.63,000, વોર્ડ નં.14 માં 1 આસામી પાસેથી રૂા.18,110, વોર્ડ નં.15 માં ર આસામીઓ પાસેથી રૂ.46,150 તથા વોર્ડ નં.17 માં 15 આસામી પાસેથી રૂ.2,48,532 સહિત કુલ-26 આસામીઓ પાસેથી કુલ રૂા.10,23,055ની વસુલાત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...