મનપાને આવક:શ્રાવણી મેળાના પ્લોટના ટેન્ડરમાં જામનગર મનપાને રેકોર્ડ બ્રેક 1.67 કરોડની જંગી આવક થઇ

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રમકડાના આઠ સ્ટોલથી રૂ. 18 લાખથી વધુની આવક

જામનગર મહાનગરપાલિકા દ્વારા શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આગામી 12 ઓગસ્ટથી 27 ઓગસ્ટ સુધી 16 દિવરા માટે ના જન્માષ્ટમીના મેળાનું પ્રદર્શન મેદાનમાં આયોજન કરવામાં આવ્યું છે. જેના માટેની ટેન્ડર પ્રક્રિયા કરાઈ હતી. જેમાં કુલ 243 ટેન્ડર કોર્મ ભરીને પરત આવ્યા હતા. જેમાં સૌપ્રથમ મશીન મનોરંજનની આઇટમ માટેના 21 ફોર્મ ભરાઈને આવ્યા છે. જેના દસ પ્લોટ પૈકી જામનગર મહાનગરપાલિકાનેર રેકર્ડબ્રેક કહી શકાય તેવી 97.21 લાખ ની જંગી આવક થઈ છે. આ ઉપરાંત ચિલ્ડ્રન રાઇડ ના પ્લોટ, હાથથી ચાલતી ચકરડી, આઇસ્ક્રીમ સ્ટોલ, રમકડાં સ્ટોલ, ખાણીપીણી સ્ટોલ, અને પોપકોર્ન બુચ વગેરની ટેન્ડર ફોર્મ ખોલવામાં આવ્યા છે.

243 જેટલા ટેન્ડર ફોર્મ ફરીને પરત આવ્યા
જામનગર મહાનગર પાલિકા દ્વારા શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આગામી તારીખ 12 ઓગસ્ટ થી 27 ઓગસ્ટ સુધી 16 દિવસ માટે જન્માષ્ટમીના મેળાનું પ્રદર્શન મેદાનમાં આયોજન કરવામાં આવ્યું છે જેના માટેની ટેન્ડર પ્રક્રિયા કરાઈ હતી. જ્યારે શ્રાવણી મેળા માટે સાત પ્રકારના સ્ટોલની ટેન્ડર પ્રક્રિયા કરાઈ છે. જેમાં મનોરંજન રાઈડ, ચિલ્ડ્રન રાઈડ,ખાણી પીણી સ્ટોલ રમકડા સ્ટોલ, પોપકોર્ન બુથ, આઈસ્ક્રીમ સ્ટોલ, હાથથી ચાલતી ચકરડી વગેરેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં 243 જેટલા ટેન્ડર ફોર્મ ફરીને પરત આવ્યા છે.

1.67 કરોડ રૂપિયાની જંગી આવક થઇ
સૌપ્રથમ મશીન મનોરંજન આઈટમ માટેના 21 ફોર્મ ભરાયા છે, જેના 10 પ્લોટ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે. જેમાં 97 લાખ 21 હજાર 383 લાખની મહાનગરપાલિકાને જંગી આવક થઈ છે. રમકડાના આઠ સ્ટોલ રાખવામાં આવ્યા છે જેમાં પણ રૂ. 18 લાખ 1 હજાર મહાનગરપાલિકાને જંગી આવક થઈ છે. આઇસ્ક્રીમના બે સ્ટોલ રાખવામાં આવ્યા છે. જેમાં 7.88 લાખની આવક થઈ છે. હાથની ચકેલીમાં 10 પ્લોટમાં રૂપિયાની 6 લાખ 23 હજાર 211 આવક થઈ છે. ચિલ્ડ્રન રાઈસમાં નવ પ્લોટ રાખવામાં આવ્યા છે. જેમાં રૂપિયાની 21 લાખ 04 હજાર 358ની આવક થઈ છે. પોપકોર્નના સ્ટોલ જે 7 રાખવામાં આવ્યા છે, જેમાં રૂપિયાની 3 લાખ 16 હજાર 392 આવક થઈ છે. ખાણી પીળી માટેના 7 સ્ટોલમાં રૂપિયાની 5 લાખ 91 હજાર 723 લાખ નીઆવક થઈ છે. જ્યારે મહાનગરપાલિકાને 16 દિવસના શ્રાવણી મેળા 1.67 કરોડ રૂપિયાની જંગી આવક થઈ છે.

અન્ય સમાચારો પણ છે...