રહસ્ય:જામનગર મહાપાલિકાના કલાર્કનો ગળાફાંસો ખાઇ આપઘાત

જામનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ કેસ, ઇન્કવાયરી કે આર્થિક સંકડામણ તે પોલીસ તપાસનો વિષય
  • મહાપાલિકામાં ચકચાર

મહાનગરપાલિકાની સ્ટોર શાખામાં કર્લાક તરીકે ફરજ બજાવતા કર્મચારીએ ચાલતી ઇન્કવાયરી અને કથિત આર્થિક તંગીથી કંટાળીને આપઘાત કરી લેતા મહાપાલિકા વર્તુળોમાં સારી એવી ચકચાર જાગી છે. જામનગર શહેરના હવાઇ ચોક નજીકના એપાર્ટમેન્ટમાં રહેતા અને હાલ મહાપાલિકાના સ્ટોર શાખામાં કર્લાક તરીકે ફરજ બજાવતા જતીનભાઇ ભાસ્કરભાઇ પંચોલીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ખંભાળીયા ગેઇટ ચોકીના પીએસઆઇ સોઢા સહીતનો સ્ટાફ દોડી ગયો હતો.પ્રાથમિક વિગત મુજબ જતીનભાઇ 2016માં ટીપીઓ શાખામાં હતા ત્યારે આર્થિક ગોટાળા મામલે ગુનો સીટી એ ડીવીઝનમાં નોંધાયો હતો.જે બાબતે તેઓ સતત ચિંતાગ્રસ્ત રહેતા હતા.આ ઉપરાંત તેમની ઇન્કવાયરી પણ ચાલતી હતી જે પુરી થઇ ગઇ હોવાનુ જાણવા મળે છે. સુત્રો જણાવે છેકે, જતીનભાઇ આર્થિક સંકટમાં પણ આવી ગયા હતા જે બધી બાબતોની પોલીસ તપાસ કરી રહી છે.કઇ બાબતથી તેમણે કંટાળીને આપઘાત કર્યો છે તે તપાસમાં બહાર આવશે.પરંતુ મહાપાલિકાના કર્લાકે આપઘાત કરી લેતા મહાપાલિકા વર્તુળોમાં શોક સાથે ચકચાર જાગી છે.

મહાપાલિકાની ઇન્કવાયરીઓ અંગત હિસાબ ચુકતે કરવાનું હથિયાર
જામનગર મહાનગરપાલિકામાં અનેક ઇન્કવાયરીઓ વર્ષોથી ચાલુ છે, લાગતા-વળગતા અને વગવાળા ગમે ત્યારે ઇન્કવાયરીનું ફીડલું વાળી દે છે, જયારે સામાન્ય કર્મચારીઓ માટે આ દુ:ખદ સ્વપ્ન સમાન બની રહે છે, મહાપાલિકાના અનેક કર્મચારીઓ ઇન્કવાયરીના હથિયારના કારણે હ્દયરોગ સહિતના રોગોથી મૃત્યુ પામ્યા છે અથવા માનસિક રીતે ભાગી પડયા છે. આ કામગિરીમાં જે લોકો પહોંચતા-પામતા છે તેમનું વાળ પણ વાંકો થતો નથી.

અન્ય સમાચારો પણ છે...