તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યાજ માફી:જામનગર મહાનગરપાલિકાએ બાકીવેરામાં વ્યાજમાફી યોજના જાહેર કરી, 50 ટકા થી લઈ 100 ટકા વ્ચાજ માફીની જાહેરાત

જામનગર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બાકી વોટર ટેક્સ, પ્રોપર્ટી ટેક્સ અને વ્યાવસાયવેરામાં વ્યાજ માફીની યોજના

જામનગર મહાનગરપાલિકા દ્વારા આગામી નાણાકીય વર્ષ 2021-22 અંતર્ગત અને 2006(તા.31/3/2006) સુધીની રેન્ટબેઇઝ પધ્ધતી મુજબની બાકી મિલકતવેરા તથા વોટર ચાર્જની રકમ ઉપર 100% ટકા વ્યાજ માફીતા.1-04-2021 થી 31-3-2022 સુધી જાહેર કરવામાં આવી છે.

ઉપરાંત તા.1-04-2006 થી અમલમાં આવેલ કારપેટ બેઇઝ પધ્ધતી મુજબની બાકી મિલકતવેરા તથા વોટર ચાર્જની રકમ ઉપર 50% એટલે કે 18% ટકાને બદલે 9% વ્યાજ રાહત યોજના કરવામાં આવેલ છે આ વ્યાજ માફી યોજનાની મુદત તા.31-3-2022 સુધી અમલમાં રહેશે.

ગુજરાત રાજ્ય વ્યવસાય વ્યાપાર ધંધા અને રોજગાર વેરા અધિનિયમ 1976 અંતર્ગત શહેર હદ વિસ્તારમાં ધંધો વ્યવસાય કરતા તમામ વ્યવસાય ધારકોએ જામનગર મહાનગરપાલિકામાં વ્યવસાય વેરા અંગેની નોંધણી કરી નિયમો અનુસાર વ્યવસાય વેરો ભરપાઇ કરવાનો રહે છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા આગામી નાણાંકીય વર્ષ 2021-22 અંતર્ગત વ્યવસાય વેરાની રકમ પુરી ભરપાઈ કરનાર તમામ વ્યવસાય ધારકો માટે ત્રણ માસ એટલે કે તા.1-4-2021 થી તા. 30-6-2021 સુધી 100% વ્યાજ માફી યોજના જાહેર કરવામાં આવેલ છે ત્યારબાદ તા.1-7-2021 થી તા.31-3-2022 સુધી મિલકતવેરા તથા વોટર ચાર્જની રકમ માફક 50% વ્યાજ રાહત એટલે કે 18%બદલે 9% યોજના અમલમાં રહેશે.

ઉપરોકત વિગતે તમામ કરદાતાઓને બાકી મિલકતવેરા વોટર ચાર્જ તથા વ્યવસાય વેરા માં જાહેર થયેલ વ્યાજ માફી વ્યાજ રાહત યોજના નો લાભ લઇ રિકવરીની કડક કાર્યવાહીથી બચવા અનુરોધ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો