જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડીની બદલી કરાઇ છે. વિજય ખરાડીની ગાંધીનગરના સ્પીપા ખાતે ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ તરીકે બદલી કરાઇ છે. જ્યારે મહાનગરપાલિકાના કમિશનરની બદલી થતા તેમનો ચાર્જ જામનગર જિલ્લા કલેક્ટર દો સૌરભ પારધીને સોંપવામાં આવ્યો છે.
જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડી કાર્યરત હતા. ત્યારે આજરોજ સાંજે 4:00 વાગ્યા બાદ મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડીને ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે. જેમને ગાંધીનગર ખાતે સ્પીપાના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ તરીકે નિમણૂક કરાયા છે અને મહાનગરપાલિકાનો ચાર્જ જામનગરના જિલ્લા કલેકટર ડો સૌરભ પારધીને સોંપવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.