તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:અતિભારે વરસાદ બાદ જામનગરમાં મ્યુનિસિપલ કમિશ્નર વિજય ખરાડી સૂચના આપતાં મોડી રાત્રે સફાઇ કામગીરી હાથ ધરાઇ

જામનગર7 દિવસ પહેલા
  • કમિશ્નર વિજય ખરાડી પરિસ્થિતિનો તાગ મેળવવા જાતે બાઇક લઇ રાત્રે શહેરમાં નીકળ્યા હતા
  • અનેક વિસ્તારોનું નિરીક્ષણ કર્યા બાદ રાત્રે સમયે સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી

જામનગર શહેરમાં ભારે વરસાદ બાદ શહેરની સ્થિતિનો ચિતાર મેળવવા જાત નિરીક્ષણ કરવા મ્યુનિસિપલ કમિશ્નર વિજય ખરાડી જાતે બાઇક લઇ રાત્રે શહેરમાં નીકળ્યા હતા. કમિશ્નરે જાત નિરીક્ષણ કર્યા બાદ તંત્રને સફાઈ કામગીરી હાથ ધરવા સૂચના આપી હતી, ત્યારબાદ રાત્રે સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

સમગ્ર સૌરાષ્ટ્રને મેધરાજાએ ધમરોળ્યું છે. જ્યારે જામનગરમાં જાણે કે વાદળ ફાટ્યું હોય તેમ શહેર સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં જનજીવન ઠપ થયું છે. ગઇકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જામનગરની મૂલાકાત લીધી હતી અને શહેરમાં ઝડપી સફાઇ કામગીરી કરવા તંત્રને સૂચના આપી હતી.

ભારે વરસાદ બાદ શહેરની સ્થિતિનો ચિતાર મેળવવા મહાનગરપાલિકાના કમિશ્નર વિજય ખરાડી, નાયબ કમિશનર એ.કે.વસ્તાણી અને ચીફ ફાયર ઓફિસર બિશનોઈ સહિત અધિકારીઓએ શહેરના અસરગ્રસ્ત વિસ્તારોમાં બાઈક લઈને જાત મૂલાકાત કરી હતી અને ત્યારબાદ મોડી રાત્રે સફાઇ કામગીરી શરૂ કરવામાં આવી હતી.

શહેરમાં રાત્રે સફાઈ શરૂ કરવામાં આવી હતી. જેમાં 30 ટેક્ટર તેમજ 11 જીસીબી સહિત રાત્રી 1200 સફાઈ કર્મચારી કામગીરી હાથ ધરી હતી. જેમાં સોલિડવેસ્ટ શાખા દ્વારા શહેરને ચોખ્ખું બનાવવા માટે કમિશ્નર અને નાયબ કમિશનરે જરૂરી સુચના આપી હતી અને શહેરની પરિસ્થિતિ સામાન્ય કરવા માટે તંત્ર દ્વારા રાત્રે સમયે પણ કામગીરી હાથ ધરવામાં આવી છે.

કમિશ્નર અને નાયબ કમિશ્નરે જણાવ્યું હતું કે, લોકો ખોટી અફવાઓમાં પણ ના આવે તેમજ જામનગર મ્યુનિસિપલ કમિશનર ભારે વરસાદ બાદ બાઇક સવારી કરી નિરીક્ષણ કર્યુ હતું ત્યારબાદ તંત્રને જરૂરી કામ કરવાની સૂચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...