મુલાકાત:જામનગર મનપાના કમિશનર અને વોટર વર્કસ ઈ. કાર્યપાલક એન્જિનિયરે સસોઈ ડેમની મુલાકાત લીધી

જામનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડેમમાં પાણીના જથ્થાનું નિરીક્ષણ કરીને તાગ મેળવ્યો

જામનગર મહાનગર પાલિકાના અત્યંત મહત્વના ગણાતા સસોઈ ડેમની કમિશનર વિજય ખરાડી દ્વારા વોટર વર્કસ વિભાગના અધિકારી પી.સી. બોખાણી સાથે સસોઈ ડેમની સાઈટ વિઝીટ કરવામાં આવી હતી. જામનગરના રહેવાસીઓને વર્ષ દરમિયાન પૂરતા પ્રમાણમાં પીવા લાયક શુદ્ધ પાણીનો જથ્થો મળી રહે તે માટે વોટર વર્કસ વિભાગને કમિશનરે સુચના આપી હતી. આ મુલાકાત દરમિયાન વોટર વર્કસ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલ સસોઈમાં 64 છે. પાણીનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ડેમમાંથી દૈનિક 25 એમએલડી પાણી શહેરીજનોને પૂરું પાડવામાં આવે છે. હાલ સસોઈ ડેમમાં પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આવનારા એક વર્ષ માટે શહેરીજનોને પૂરતા પ્રમાણમાં પીવા લાયક શુદ્ધ પાણી મળી રહેશે.

નિરીક્ષણ કરીને તાગ મેળવ્યો
જામનગર મહાનગર પાલિકામાં 14માં નાણાંપંચની ગ્રાન્ટ હેઠળ લાલપુર રોડ પંપ હાઉસ ફિલ્ટર ખાતે ચાલતા 162 લાખ લીટર અન્ડર ગ્રાઉન્ડ સંપના કામની કમિશ્નર વિજયકુમાર ખરાડી દ્વારા સ્થળ વીઝીટ કરવામાં આવેલ અને આ કામગીરી સમય મર્યાદામા તથા ટેન્ડર સ્પેસિફિકેશન મુજબ થાય તેવી સુચના વોટર વર્કસ વિભાગને આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...