તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જામનગરમાં સતત ચારેક દિવસ સુધી લઘુતમ તાપમાનમાં ક્રમશ: વધારા બાદ શુક્રવારે પારો બે ડિગ્રી નીચે ગગડયો હતો અને 14 ડિગ્રી પર સ્થિર થયો હતો.જયારે મહતમ તાપમાન પણ બે ડીગ્રી ગગડયુ હતુ જેથી સુર્યાસ્ત બાદ વાતાવરણમાં ટાઢોડુ છવાયુ હતુ. જામનગરમાં ગત સપ્તાહમાં શિયાળાએ આક્રમક મિજાજ દર્શાવતા તિવ્ર ઠંડી બાદ સોમવારથી ઠંડીમાં આંશિક રાહતનો જનજીવને અહેસાસ કર્યો હતો.તેમાં પણ ગુરૂવારે લઘુતમ તાપમાન 16 ડિગ્રીને આંબી ગયો હતો.જયારે મહતમ તાપમાન પણ ત્રીસ ડિગ્રીને પાર કરી ગયુ હતુ.
જેથી ઠંડીનુ જોર નોંધપાત્ર રીતે ઘટયુ હતુ. જોકે,જામનગરમાં શુક્રવારે ફરી હેમાળાએ આગવો મિજાજ ધારણ કરતા લઘુતમ તાપમાન બે ડિગ્રી નીચે સરકી પારો 14 ડિગ્રીએ સ્થિર થયો હતો સાથો સાથ મહતમ તાપમાન પણ બે ડિગ્રી ગગડયુ હતુ અને તાપમાન 28.5 ડિગ્રી નોંધાયુ હતુ.જેના પગલે બપોર બાદ ફરી વાતાવરણમાં ટાઢક પ્રસરી હતી.જોકે,જામનગરમાં હજુ ભેજનુ પ્રમાણ 69 ટકા જેટલુ ઉંચુ રહેતા પરોઢીયે ઝાકળવર્ષા સાથે ધુમ્મસ પણ છવાયુ હતુ.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.