કાર્યવાહી:જામનગર મહાનગર પાલિકા દ્વારા રસ્તે રઝળતા 31 ઢોર પકડ્યા

જામનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ઢોર પકડવાની કાર્યવાહી હાથ ધરાઇ
  • ઢાેર માલિક સ્વેચ્છાએ પોતાનું ઢોર ડબ્બામાં મુકશે તો કાેઇ ચાર્જ નહી

જામનગર શહેરમાં ટ્રાફિક ને અડચણરૂપ રખડતા ભટકતા ઢોરોનો ત્રાસ દૂર કરવા જામનગર મહાનગરપાલિકા દ્વારા પોલિસ વિભાગના સહયોગથી 4 ટીમો મારફત સતત રાત-દિવસ ત્રણ શિફટમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઢોરો પકડવાની સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં 31 ઢોરોને પકડવામાં આવ્યા હતાં.ગુજરાત હાઈકોર્ટના કડક વલણ પછી જામનગર મહાનગરપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગરી તેજ બનાવાઈ છે. જેમાં આજે 31 ઢોર ને પકડવા માં આવ્યા છે. તેમજ ચાલુ વર્ષે કુલ-1પ69 ઢોરોને પકડવા માં આવ્યા છે.

તેમાં થી 74પ ઢોરો ને અમદાવાદ સ્થિત શ્રી ગોપાલ કૃષ્ણ જન કલ્યાણ સેવા ટ્રસ્ટ, પાંજરાપોળ માં મોકલી દેવામાં આવ્યા છે.આગામી સમયમાં આ ઝંબેશ વધુ સઘન બનાવવામાં આવનાર હોય, ઢોર માલિકોને પોતાના માલિકી ના ઢોરો જાહેર રોડ રસ્તા ઉપર ન છોડવા તાકીદ કરવામાં આવે છે.

જો કોઈ ઢોર માલિક સ્વૈચ્છાએ પોતાની માલિકીના ઢોરોને જામનગર મહાનગરપાલિકા હસ્તકના ઢોર ડબા ખાતે મુકવા માંગતા હશે તો તેઓને વિના મુલ્યે આ સેવા ઉપલબ્ધ કરવામાં આવશે.ચાલુ વર્ષમાં કુલ 1592 ઢોરોને પકડવામાં આવ્યા છે, જેમાંથી 745 ઢોરોને અમદાવાદ સ્થિત શ્રી ગોપાલ કૃષ્ણ જન કલ્યાણ સેવા ટ્રસ્ટ પાંજરાપોળ ખાતે મોકલી દેવામાં આવ્યા છે. આગામી દિવસોમાં આ ઝુંબેશ વધુ સઘન બનાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...