ખાતેદારોને હાલાકી:જામનગરની મેડિકલ કોલેજનું 2 મહિનાથી બંધ એટીએમ તાત્કાલિક શરૂ કરવા માંગ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૂર્યવંશી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત : બેન્કના ખાતેદારોને હાલાકી

જામનગરની એમ પી શાહ મેડિકલ કોલેજ પાસે આવેલું એસબીઆઇ બેન્કનું એટીએમ મશીન છેલ્લા બે મહિનાથી બંધ છે. જેને કારણે હોસ્પિટલમાં આવતા દર્દીઓ, ડોક્ટર, પેરામેડિકલ સ્ટાફ, વિદ્યાર્થીઓ અને સફાઈ કામદારોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. જે અંગે જામનગરના સૂર્યવંશી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને રજૂઆત કરી એટીએમ તાત્કાલિક શરૂ કરવા માંગ કરી છે.

સૂર્યવંશી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ પ્રજ્ઞાબેન ગુજરાતી એ કરેલી મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી લેખિક રજૂઆત અનુસાર જામનગર એમપી શાહ મેડિકલ કોલેજ પાસે સરકારી બેંક એસબીઆઇનું એટીએમ મશીન છેલ્લા બે મહિનાથી બંધ છે. જેને કારણે ડોક્ટર, પેરામેડિકલ સ્ટાફ, વિદ્યાર્થીઓ અને સફાઈ કામદારોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.

બીજી તરફ લોકોમાં હાલ શરદી ઉધર જેવી બીમારીઓએ માઝા મૂકી છે. હોસ્પિટલમાં ખાટલાઓ ખાલી નથી અને ઓપીડીમાં દર્દીઓ સમાતા નથી આવી કપરી પરિસ્થિતિમાં જીવન જરૂરિયાત વસ્તુઓનો ખર્ચ કરવા દર્દીઓ તથા હોસ્પિટલના સ્ટાફને એટીએમ બંધ હોય હાલાકી પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...