તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જણસની આવકમાં ઘટાડો:જામનગર માર્કેટિંગ યાર્ડમાં જણસની આવકમાં 30 ટકાનો ઘટાડો નોંધાયો

જામનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જીરૂની 4989 મણ આવક, 912 ખેડૂત આવ્યા છતાં 36805 મણ જણસ ઠલવાઇ

જામનગર માર્કેટ યાર્ડમાં ગુરૂવારે જણસની આવકમાં 30 ટકાનો ઘટાડો નોંધાયો હતો. 912 ખેડૂત આવ્યા હોવા છતાં ફકત 36805 મણ જણસ ઠલવાઇ હતી. લસણની 7500, મગની 4011 અને જીરૂની 4989 મણ આવક થઇ હતી. જામનગર માર્કેટીંગ યાર્ડમાં બુધવારે 1095 ખેડૂત આવતા 56599 મણ જણસ ઠલવાઇ હતી. પરંતુ ગુરૂવારે યાર્ડમાં 912 ખેડૂત આવ્યા હોવા છતાં ફકત 36805 મણ જણસ ઠલવાતા આવકમાં 30 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

જેમાં મગની 4011, અડદની 1645, મગફળીની 1908, અરેંડાની 3280, તલની 3815, રાયડાની 1976, લસણની 7500, જીરૂની 4989, અજમાની 2505, ઘાણાની 3346 મણ આવક થઇ હતી. હરાજીમાં 20 કીલો મગના ભાવ રૂ.950 થી 1395, અડદના રૂ.1000 થી 1370, ચોળીના રૂ.900 થી 1215, વાલના રૂ.800 થી 970, મેથીના રૂ.750 થી 1335, ચણાના રૂ.850 થી 925, મગફળીના રૂ. 950 થી 1255, એરંડાના રૂ.938 થી 980, તલના રૂ.950 થી 1560, રાયડાના રૂ.935 થી 1275, લસણના રૂ.500 થી 1300, કપાસના રૂ.1000 થી 1479, જીરૂના રૂ.1900 થી 2505, અજમાના રૂ.1840 થી 3010 બોલાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...