જામનગરની વિશેષ ઓળખ:જામનગર માર્કેટ યાર્ડ દેશભરમાં અજમાના ખરીદ-વેચાણનું હબ, ગલ્ફના દેશમાં નિકાસ

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઉચ્ચ ગુણવત્તાવાળા અજમાની ધૂમ આવક, દેશભરમાં માંગ
  • રાજ્યના અન્ય જિલ્લાના ખેડૂતો જામનગર યાર્ડમાં અજમાના વેચાણ માટે અાવે છે

આંધપ્રદેશમાં ગન્ટુર લાલ મરચાનો હબ માનવામાં આવે છે તેવી જ રીતે જામનગર અજમાનું હબ બની રહ્યું છે. અહિં દેશભરના અજમાની ખરીદી થાય છે તેની નિકાસ ગલ્ફના દેશોમાં થાય છે. જામનગરનો અજમો સારી ગુણવતાનો હોય છે, જેના કારણે હાપા યાર્ડમાં અજમાની મોટા પ્રમાણમાં આવક થાય છે.જેની માંગ દેશભરમાં રહે છે. અન્ય રાજયના તેમજ ગુજરાતના અન્ય જિલ્લાના ખેડૂતો પણ અજમાના વેચાણ માટે જામનગર આવે છે.

જામનગરમાં થતો અજમો સારી ગુણવતાનો હાેવાના કારણે અહિં અજમો હબ બની રહ્યું છે. ત્યારે હાપા માર્કેટીગ યાર્ડમાં હાલ દૈનિક 200 થી 300 મણની આવક થઇ રહી છે. જામનગરના યાર્ડમાં રાજ્યના અન્ય જિલ્લા જેમ કે, અમરેલી, ભાવનગર, મોરબી સહિતના વિસ્તારોમાંથી ખેડૂતો અજમાના વેચાણ માટે અહી આવે છે. ગુજરાતમાં ખુબ જ ઓછી જગ્યાએ અજમાની હરરાજી થાય છે. જેમાં જામનગરનું હાપા માર્કેટીગ યાર્ડ મુખ્ય છે.

અહિં અજમાના વેપારીઓ તથા નિકાસકારો મોટી સંખ્યામાં છે. જામનગરમાં ખેડૂતોને પુરતો ભાવ મળતો હોવાથી તેઓ જામનગરમાં અજમો ખરીદ કે વેચાણ કરવા મોટી સંખ્યામાં આવે છે. અત્રે ઉલેખનીય છેકે, રાજયમાં અન્ય યાર્ડમાં અજમાની હરરાજી ન થતાં ખેડૂતો મોટી સંખ્યામાં જામનગર આવે છે જેના કારણે દેશભરમાં અજમાનું મુખ્ય સેન્ટર તરીકે જામનગર પ્રસંસ્થાપીત થયું છે.

કોરોનાના કારણે અજમાની માંગમાં વધારો
જામનગરના અજમાનો કલર અને દાણો સારી ગુણવતાનો હોય છે, જેનું કારણ અનુકૂળ વાતાવરણ છે, બીજુ અજમાનો મસાલા તરીકે ઉપયોગ થતો હોય છે, અા વખતે કોરોનાના કારણે અજમાનો ઉપયોગ વધ્યો હોવાથી તેની માંગ વધુ થઇ છે. અજમાને ઔષધી તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે.

અજમાનો ભાવ 2000 થી 5200 મણનો આવે છે
હાપા માર્કેટીગ યાર્ડમાં હાલ દૈનિક 200થી 300 મણની આવક થઇ રહી છે, ખેડૂતોને રૂા. 2 હજારથી 5200 રૂપિયા સુધી મણનો ભાવ મળે છે. ગતવર્ષે વધુમાં વધુ રૂપિયા 3750 મણનો ભાવ મળ્યો હતો, આ વર્ષે શરૂઆતથી જ રૂા. 5200 સુધીનો ભાવ મળી રહ્યો છે, જેના કારણે આવક વધે તેવી શકયતાઓ છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં અજમાની આવક વિશેષ હોય છે, અમુક વખતે તો જગ્યાના અભાવે આવક પર રોક લગાવી પડે છે. > હિતેષ પટેલ, સેક્રેટકરી, હાપા માર્કેટીગ યાર્ડ.

અન્ય સમાચારો પણ છે...