ખેત પેદાશ:14306 ગુણી આવકથી જામનગર માર્કેટ યાર્ડ જણસોથી ઉભરાઈ ગયું

જામનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 276 ખેડૂત આવતા અજમા, ધાણા, ધઉં, લસણની આવક

માર્કેટ યાર્ડમાં ઓછી આવક ધરાવતી જણસોને રજીસ્ટ્રેશનમાંથી મુકિત મળતાં 14306 ગુણી આવક થતાં મંગળવારે માર્કેટ યાર્ડ જણસોથી ઉભરાયું હતું. 4 ને બદલે 15 જણસોની આવક થતાં હરાજીની કામગીરી વેગવંતી બની છે. નોંધણી કરાવનાર 276 ખેડૂત આવતા અજમા, ધાણા, ધઉં, લસણની નોંધપાત્ર આવક થઇ હતી. 

મંગળવારે કુલ 14306 ગુણી જણસોની આવક થઇ
જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં મંગળવારથી ઓછી આવક ધરાવતી જણસનો રજીસ્ટ્રેશનમાંથી મુકિત આપી સવારે 6.30 થી 10 સુધી કપાસ અને રાત્રીના 8 થી 1 વાગ્યા સુધી તલ, મગ, અડદ, બાજરો, તુવેર, મઠ, મેથી, ચોરી, મરચા, મગફળીનો અમર્યાદિત જથ્થો ખેડૂતોને લાવવાની છૂટ આપવામાં આવી છે. જેના પગલે મંગળવારે કુલ 14306 ગુણી જણસોની આવક થઇ હતી. જયારે રજીસ્ટ્રેન કરાવનાર 276 ખેડૂત આવતા અજમાની 1920, ધાણાની 2329, લસણની 1073 અને ધઉંની 1611 ગુણીની આવક થઇ હતી. ખેડૂતને હરાજીમાં 20 કીલો ધઉંના રૂ.292 થી 355, લસણના રૂ.600 થી 1030, અજમાના રૂ.1500 થી 2800 તથા ઘાણાના રૂ.840 થી 1390 ઉપજયા હતાં. જે જણસોને રજીસ્ટ્રેશનમાંથી મુકિત આપવામાં આવી તે પૈકી કપાસની 1708, મગફળીની 2631 ગુણીની આવક થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...