તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • Jamnagar Manpani Budget Meeting Turned Tumultuous, Opposition Women Corporators And Ruling Party Corporators Had To Call Security As They Came Face To Face.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉગ્ર બોલાચાલી:જામનગર મનપાની બજેટ બેઠક તોફાની બની, વિપક્ષના મહિલા કોર્પોરેટર અને શાસક પક્ષના કોર્પોરેટરો આમને-સામને આવી જતા સિક્યુરિટી બોલાવવી પડી

જામનગર2 મહિનો પહેલા
 • બજેટ બેઠકમાં અન્ય સવાલો ઉઠાવતા બોલાચાલી થઈ

જામનગર મહાનગરપાલિકાના બજેટ માટે આજે મળેલી સામાન્ય સભા તોફાની બની હતી. શાસક-વિપક્ષના કોર્પોરેટર વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા સિક્યુરિટીની બોલાવવાની ફરજ પડી હતી.

જામનગર મનપાના વર્ષ 2021-22ના બજેટ માટે આજે ટાઉનહોલમાં સામાન્ય સભા યોજાઈ હતી. બેઠકમાં બજેટની ચર્ચા ચાલી રહી હતી તે સમયે જ વિપક્ષીના કોર્પોરેટર રચના નંદાણીયાએ એનિમલ હોસ્ટેલ અને રખડતા પશુનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ દરમિયાન સત્તા પક્ષના કોર્પોરેટર કેશુ માડમ અને પૃથ્વીસિંહ ઝાલાએ બજેટની જ ચર્ચા કરવાની માગ કરતા મામલો ઉગ્ર બન્યો હતો.

વિપક્ષના મહિલા કોર્પોરેટર શાસક પક્ષના કોર્પોરેટરો તરફ આગળ વધતા જ પૂર્વ વિપક્ષના નેતા અલ્તાફ ખફી અને અસલમ ખીલજીએ વચ્ચે પડી મામલાને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. મામલો વધુ ઉગ્ર ના બને તે માટે સિક્યુરિટીને પણ બોલાવી લેવામા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો