રજૂઆત:બોલિવૂડ અભિનેત્રી કંગના રાણાવત સામે ફરિયાદ નોંધવા જામનગર મહિલા કોંગ્રેસે પોલીસવડાને આવેદનપત્ર આપ્યું

જામનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલા કોંગ્રેસ પ્રમુખ અને મહિલા નગરસેવિકા દ્વારા આજે પોલીસવડાને રજૂઆત કરાઇ

જામનગરમાં બોલિવૂડ અભિનેત્રી કંગના રાણાવત ઉપર ફરિયાદ નોંધવા અંગે રજૂઆત કરવામાં આવી હતી. જામનગર મહિલા કોંગ્રેસ પ્રમુખ અને મહિલા નગરસેવિકા દ્વારા આજરોજ જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર આપ્યું હતું.

આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, કંગના રણાવત અવાર-નવાર દેશની શાંતિ અને ભાઈચારો બગડે એવા નિવેદનો આપેલા છે. આપણા દેશના રાષ્ટ્રપિતા મહાત્માગાંધી વિરુદ્ધ અપમાનજનક ટીપ્પણી કરેલી છે જે ખુબજ આયાત-જનક છે અને લોકોની લાગણી દુભાઈ છે અને દેશની શાંતિ માટે ખતરારૂપ છે. જ્યારે કંગના રણાવતે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં મહાત્માગાંધી ઉપર અપમાનજનક લખાણ લખ્યું છે, એમાં મહાત્માગાંધીને સત્તાના ભૂખ્યા અને ચાલક ગણાવ્યા છે.

કંગના રણાવત સામે ફરિયાદ નોંધી કાર્યવાહી કરવા જામનગર શહેર મહિલા કોંગ્રેસ દ્વારા આજરોજ જિલ્લા પોલીસ વડાની કચેરી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં મહિલા શહેર કોંગ્રેસ પ્રમુખ રંજનબેન ગજેરા, જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ નયનાબા જાડેજા, મહિલા કોર્પોરેટર જેનમ ખફી રચનાબેન નંદાણીયા સહિત મહિલા આગેવાનો જિલ્લા પોલીસ વડાની કચેરી રજૂઆત કરી આવેદનપત્ર અને માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...