તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોર્ટનો ચુકાદો:જામનગર LCB સ્ટાફ પર હુમલો કરનારાને 7 વર્ષની કેદ

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ચાલુ ગાડીએ પોલીસનું ગળું દબાવ્યું’તું

જામજોધપુર તથા કાલાવડ પંથકમાં ચાર વર્ષ પૂર્વે ખેડૂતોને લૂંટી લેવાના ગુન્હા આચરી આતંક મચાવતા શખસને એલસીબીનો કાફલો અટકાયતમાં લઈ જામનગર ખસેડતો હતો ત્યારે આ આરોપીએ ધ્રોલ પાસે એલસીબીકર્મીને ગળાટૂંપો આપવાનો પ્રયાસ કરતા એલસીબી સ્ટાફ સાથેની મોટર ગોથું મારી ગઈ હતી. જેમાં ત્રણેક પોલીસકર્મી ઘવાયા હતાં. આ ગુન્હામાં અદાલતે આરોપીને સાત વર્ષની કેદની સજા ફટકારી હતી.

કાલાવડ તેમજ જામજોધપુર તાલુકામાં ચારેક વર્ષ પહેલાં જનકસિંહ તખુભા ચૌહાણ ઉર્ફે જકા નામના શખ્સે ભારે આતંક મચાવ્યો હતો. આ શખસ રાત્રિના સમયે બંન્ને તાલુકાના કોઈપણ ગામમાં ઘુસી જતો અને જે ખેતરમાં એકલદોકલ વ્યક્તિની હાજરી જણાય આવે તે ખેતરમાં ઘૂસી રાત્રે પાણી વાળવાનું કામ કરતા ખેડૂતને માર મારી તેમની પાસેથી રોકડ સહિતની ચીજવસ્તુઓ અને મોટર સાયકલ વગેરે લૂંટી નાસી જતો હતો. તેને પકડીને એલસીબી જામનગર લાવી રહી હતી ત્યારે ધ્રોલ નજીક આ શખસે વાહન ચલાવી રહેલાં એલસીબીના જવાનને પાછળની સીટમાંથી અચાનક જ ઉભા થઈ ગળાટૂંપો આપી નાસી જવા માટે પ્રયાસ કર્યો હતો. જેમાં એલસીબીના કાફલાવાળી મોટર પલ્ટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં એલસીબીના સુરેશ ડાંગરને ફ્રેકચર સહિતની ઈજા અને અન્ય પોલીસકર્મીઓને પણ ઈજા થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો