કુખ્યાત ગુનેગાર ઝડપાયો:ગુજરાત સહિત ત્રણ રાજ્યોમાં અસંખ્ય ગુનાઓને અંજામ આપનારા શખ્સને જામનગર એલસીબીએ ઝડપી પાડ્યો

જામનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપી શખ્સ જુદા જુદા નામ ધારણ કરીને જામનગરમાં રહેતો હતો

જામનગર એલસીબી પોલીસે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતમાં 70 ઉપરાંત ગુનાઓ આચારનાર મહારાષ્ટ્રીયન આરોપીને દબોચી લીધો છે. આરોપીએ છેલ્લા દોઢ દાયકામાં લૂંટ, ધાડ, હત્યા પ્રયાસ, મારામારી ચોરી, છેડતી સહિતના 70 ઉપરાંત ગુનાઓ આચર્યા છે. જેમાં જામનગરની અડધો ડઝન ચોરીનો પણ સમાવેશ થાય છે.

મહારાષ્ટ્ર રાજસ્થાન અને ગુજરાતમાં દોઢ દાયકામાં ધાડ, લૂંટ, ચોરી, ખૂનની કોશિશ, અપહરણ, પોલીસ પર હુમલો તથા છેડતી સહિતના અનેક ગુનાઓ આચરનાર રાજસ્થાનના પાલી જિલ્લાના દેવનગર ખાતે ટ્રાન્સપોર્ટ નગરના કુખ્યાત પંડિતસિંહ ઉર્ફે રાહુલ ધરમસિંહ બાદલ ઝુંગી ઉર્ફે બજાર નામનો શખ્સ અલગ નામ ધારણ કરી હાલ જામનગરમાં ઢીંચડા રોડ પર યોગેશ્વર ધામ એકમાં રહેતો હોવાની એલસીબી પોલીસ સ્ટાફ ના ઘનશ્યામભાઈ દડેરવાળીયા, સુરેશભાઈ લાલકિયા, સુરેશ ચૌહાણ તથા વનરાજભાઈ મકવાણા ચોક્કસ હકીકત મળી હતી આ હકીકતના આધારે પીએસઆઇ આર બી ગોજિયા સહિતના સ્ટાફે યોગેશ્વર ધામ વિસ્તારમાં વોચ ગોઠવી આરોપી પંડિતસિંહને દબોચી લીધો હતો.અશોક સામે મહારાષ્ટ્ર રાજ્યમાં મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ ક્રાઇમ મુજબ વર્ષ 2010માં ગુનો નોંધાયો છે આ ગુનામાં આરોપી 14 વર્ષથી ફરાર હતો. આ શખ્સની સામે મહારાષ્ટ્ર રાજસ્થાનના ગુજરાત રાજ્યમાં અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ધાડ, લૂંટ, ઘરફોડ ચોરી ખૂનની કોશિશ અપહરણ પોલીસ ઉપર હુમલો છેડતી પોલીસ જાપ્તમાંથી ફરાર થવું, મારામારી સહિત 70થી વધુ નોંધાયેલા છે. જેમાં જામનગરમાં સીટી સી ડીવીજન પોલીસ દફતરના જુદા જુદા વિસ્તારમાંથી આચરેલી છ ચોરીઓનો પણ સમાવેશ થાય છે.પોલીસે આ શખ્સને હસ્તગત કરી મહારાષ્ટ્ર રાજ્યના ભાગ્યનગર પોલીસ સ્ટેશનને જાણ કરી સોપવા તજવીજ હાથ ધરી છે.

મહારાષ્ટ્ર રાજ્યના નાંદેડ જિલ્લાના ભાગ્યનગર પોલીસ સ્ટેશન હેઠળના 2010ની સાલના એક ગુનામાં મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝડ ક્રાઈમ (મકોકા એકટ) હેઠળના ગુના નો આરોપી પંડિતસિંહ ઉર્ફે રાખ઼લ સિંહ ધરમસિંહ બાદલ ઉ.50વર્ષ કે જે જુના રેલવે સ્ટેશન શિવાજી પાર્ક મહારાષ્ટ્રના બીડ જિલ્લાનો વતની છે, અને જામનગર પંથકમાં આવ્યો છે. આ બાતમી ના આધારે જામનગરના ઢીચડા રોડ પર યોગેશ્વર ધામ સોસાયટીમાં આરોપી સંતાઈને રહ્યો છે, તેવી બાતમી પરથી એલસીબી ની ટીમે મકોકાના ફરારી આરોપી પંડિતસિંહ ઉર્ફે રાહૂલ ને પકડી પાડ્યો હતો. જેને એલસીબી ની કચેરીએ લઈ આવ્યા પછી પૂછપરછ હાથ ધરી છે. પૂછપરછ દરમિયાન તેની સામે મહારાષ્ટ્ર, રાજસ્થાન, અને ગુજરાત રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ધાડ, લૂંટ, ઘરફોર ચોરી, ખૂનની કોશિશ, અપહરણ, પોલીસ ઉપર હૂમલો, છેડતી, પોલીસ જાપતામાંથી ફરાર થવું, તેમજ મારામારી જેવા 70 થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...