અરજી ફગાવાઇ:જામનગરના વકીલની છૂટાછેડાની અરજી નામંજૂર

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઝગડા કરી ત્રાસ આપ્યાનું જણાવી કેસ કર્યો’તો
  • પુરાવા અને નિવેદન ધ્યાને લઇ અરજી ફગાવાઇ

જામનગરના વકીલની છૂટાછેડાની અરજી અદાલતે નામંજૂર કરી છે. વકીલ પોતાની પત્ની ઝગડા કરી ત્રાસ આપતી હોય છૂટાછેડા માટે કોર્ટમાં કેસ કર્યો હતો. પુરાવા અને સાક્ષીના નિવેદન ધ્યાને લઇ અદાલતે અરજી ફગાવી દીધી છે. જામનગરમાં વકીલ તરીકે વ્યવસાય કરતા રાજેન્દ્રસિંહ ગંભીરસિંહ ઝાલાએ તેમના પત્ની કૃપાબા ઘરનું કામકાજ કરતા નથી, ઝગડાઓ કરે છે, ટોર્ચર કરે છે અને ત્રાસ આપે છે તેવી રજૂઆત સાથે હિન્દુ મેરજ એકટ હેઠળ જામનગરની ફેમીલી કોર્ટમાં છૂટાછેડાનો કેસ કર્યો હતો.

આ કેસ ચાલી જતાં પત્ની કૃપાબાએ દસ્તાવેજી પુરવા રજૂ કર્યા હતાં. જેમાં પતિ રાજેન્દ્રસિંહ વર્ષાબા પ્રવિણસિંહ પરમાર સાથે લીવ ઇન રીલેશનશીપનો કરાર કર્યો છે તે કરાર રજૂ કર્યો હતો. તદઉપરાંત અન્ય પુરાવા અને સાક્ષીઓના નિવેદન તેમજ લગ્ન જીવન દરમ્યાન પત્નીએ કોઇ ત્રાસ કે ટોર્ચર ન કર્યાનું માની ફેમીલી કોર્ટના ન્યાયાધીશ એમ.એસ.સોનીએ વકીલ રાજેન્દ્રસિંહની છૂટાછેડાની અરજી નામંજૂર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...