વતન વાપસી:‘જામનગર અમારી કર્મભૂમિ છે, કામ કરી રોજી મેળવવાની છે માટે જલદીથી પાછા ફરીશું’

જામનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જામનગરના 845, દ્વારકાના 301, સુરેન્દ્રનગરના 300 શ્રમિકોને લઇ અંતિમ ટ્રેન રવાના

જિલ્લામાં  અનેક વિસ્તારમાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિકોને જિલ્લા વહિવટીતંત્ર અને પશ્ચિમ રેલ્વે મેનેજમેન્ટ દ્વારા ઉત્તર પ્રદેશ- બિહાર- ઝારખંડ રાજ્યોમાં ટ્રેન દ્વારા વતન પહોંચાડવામાં આવ્યા છે. ત્યારે મંગળવારે  જામનગર રેલ્વે જંકશનથી 1437 જેટલા પરપ્રાંતિય મજુરોને તેમના પરિવાર સાથે  પશ્વિમ બંગાળ- હાવરા ખાતે વતનમાં પરત ફરવા માટેની અંતિમ  ટ્રેન રવાના થઇ હતી.  જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૩૦૧ શ્રમિકો, સુરેન્દ્રનગર જિલ્લાના ૩૦૦ શ્રમિકો અને ૮૪૫ જામનગરથી શ્રમિકોને એમ કુલ ૧૪૪૬ શ્રમિકોનો સમાવેશ થયો હતો. 

કોરોનાના કારણે કામ બંધ હતું ફરીથી કામ શરૂ થશે એટલે કામ માટે જરૂરથી આવીશું
અત્યાર સુધીમાં ટ્રેન દ્વારા જામનગર જિલ્લાના ૧૧,૮૦૫ શ્રમિકોને ઉત્તરપ્રદેશ, ૮,૫૪૧ શ્રમિકોને બિહાર અને ૧૦૨૬ શ્રમિકોને ઝારખંડ તેમજ આજે ૮૪૫ શ્રમિકોને પશ્વિમ બંગાળ એમ કુલ ૨૨, ૨૧૭ શ્રમિકોને અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૩૦૧ શ્રમિકો, સુરેન્દ્રનગર જિલ્લાના ૩૦૦ શ્રમિકોને તેમના વતન પહોંચાડવામાં આવ્યા છે. વતન વાપસીની વેળાએ જામનગરમાં સોની કામ કરતા હાવરાના સુભાષ સામંતે કહ્યું હતું કે,  જામનગર અમારી કર્મભૂમિ છે, કામ કરીને રોજી મેળવવાની છે, એ માટે જામનગર જલ્દી પાછા ફરીશું. તો મુર્શિદાબાદના ચિરંજીતએ  કહ્યું હતું કે, વાડીનાર ખાતે આઇ.સી.એલ.માં મેન્ટેનન્સ માટે હું આવ્યો હતો, કોરોનાના કારણે કામ બંધ હતું ફરીથી કામ શરૂ થશે એટલે કામ માટે જરૂરથી આવીશું.

અન્ય સમાચારો પણ છે...