તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ પ્રદર્શન:આરોગ્યકર્મીઓ પર થતા હુમલાઓના વિરોધમાં જામનગર IMA દ્વારા ‘સેવ ધી સેવિયર’ના નારા સાથે વિરોધ પ્રદર્શિત કરાયો

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એસટી રોડ પર તબીબો દ્વારા પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શિત કરાયો

દેશમાં જુદા-જુદા સ્થાનોએ ડૉકટર સહિત આરોગ્ય કર્મીઓ પર થઇ રહેલાં હુમલાના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આજે રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ‘સેવ ધી સેવિયર’ ના નારા સાથે આઇએમએની જામનગર બ્રાન્ચ દ્વારા પણ આજે સવારે શહેરમાં એસટી બસ સ્ટેન્ડ પાછળ માધવ હોસ્પિટલ પાસે પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.

ડૉકટરો અને નર્સો પર થઇ રહેલાં હુમલાના વિરોધમાં આજે તમામ આરોગ્યકર્મીઓએ બ્લેક મેજેસ, માસ્ક, રિબન અને શર્ટ પહેરીને કામ કર્યું હતું. તેમજ હિંસા બંધ કરવાના પ્લે કાર્ડ સાથે વિરોધ નોંધાવ્યો હતો. આ ઉપરાંત દેશના વડાપ્રધાનને સંબોધીને પત્ર પણ પાઠવવામાં આવ્યો હતો. જયારે સ્થાનિક કક્ષાએ એસ.પી., ડી.એમ., ધારાસભ્ય, સાંસદને રજૂઆત કરવામાં આવી હતી.

આઇએમએના જણાવ્યા અનુસાર વિરોધ પ્રદર્શન શાંતિપૂર્ણ રીતે અને આરોગ્યની રૂટિન સેવાઓ યથાવત રાખીને કરવામાં આવ્યું હતું. જામનગરમાં આ વિરોધ પ્રદર્શનમાં એકમના પ્રમુખ ડૉ. પ્રશાંત તન્ના, માનદમંત્રી ડૉ. ધવલ તલસાણિયા, રાષ્ટ્રિય ઉપાધ્યક્ષ ડૉ. વિજય પોપટ સહિતના તબીબો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...