ગૌરવ:જામનગરની યુવતી કેબીસીની હોટ સીટ પર પહોંચી, જીતેલી રકમ માતા-પિતાને અર્પણ કરશે

જામનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમિતાભ બચ્ચનને હાલારી પાઘડી ભેટ સ્વરૂપે આપી, 11 નવેમ્બરે એપિસોડ પ્રસારિત થશે

જામનગરના એમ્યુઝમેન્ટ પાર્કમાં રહેતી તબીબ દ્રષ્ટિ ભરતભાઈ દલસાણીયા 11 નવેમ્બરે કોન બનેગા કરોડપતિમાં અમિતાભ બચ્ચન સાથે હોટ સીટ પર દેખાશે. કેબીસીમાં જીતેલી રકમ તેના માતા પિતાને ભેટ સ્વરૂપ અર્પણ કરશે તેમ દ્રષ્ટિએ જણાવ્યું હતું.

કેબીસીમાં હોટ સીટ પર કેમ પહોંચી તે અંગે તેણીએ જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ -છ વર્ષથી કેબીસીમાં રજીસ્ટ્રેશન કરાવતી હતી. જેમાં પ્લે અલોન્ગ શરૂ થયું ત્યારથી જ તે સોશિયલ મીડિયાના માધ્યમથી રમતી હતી. જેમાં આ વર્ષે સફળતા મળતા હોટ સીટ પર બેસવાનો મોકો મળ્યો છે. જનરલ નોલેજમાં વધારે રસ હોવાથી કોન બનેગા કરોડપતિમાં જવાની ઈચ્છા હતી.

જ્યારે ત્યાં જવા માટે પ્રયત્ન કરતી ત્યારે મમ્મી અને પપ્પા સતત કહેતા કે તું જા એટલે અમને પણ ત્યાં લઈ જજે. અભિતામ બચ્ચન મારા મમ્મીનો પ્રિય એક્ટર છે. આથી મમ્મી પપ્પાને ત્યાં લઈ જવાની ઈચ્છા દ્રઢ બની હતી. જે હોટ સીટ પર બેસવાનો મોકો મળતા પૂર્ણ થઇ છે. જીતેલી રકમ હું મમ્મી પપ્પાને ભેટ જ સ્વરૂપે આપીશ કારણકે આજે હું જે કંઈ પણ છું તે ફક્ત તેમના સપોર્ટથી જ છું. કેબીસી જેવા મંચ સુધી પહોંચવામાં પણ તેઓનો ખૂબ સપોર્ટ રહ્યો છે આથી જીતેલી રકમ તમને ભેટ કરીશ.

પૈસાથી પણ ખરીદી ન શકાય તેવો અનુભવ
અમિતાભ બચ્ચન સાથે શૂટિંગ કરવું અને હોટ સીટ પર બેસવાનો અનુભવ શબ્દોમાં વર્ણવી ન શકાય. હોટ સીટ બેસીને તેમની સાથે ડોક્ટર બનવાના સપના સહિત ઘણી વાતચીત કરી હતી. આ દરમિયાન હાલારી પાઘડી પણ તેમને ભેટ સ્વરૂપે આપી છે. આ અનુભવ પૈસાથી પણ ખરીદી શકાય નહીં.> દ્રષ્ટિ દલસાણીયા, કેબીસી સ્પર્ધક ,જામનગર.

જનરલ નોલેજ, કરંટ અફેર વાંચવાની ટેવે પહોંચાડી
જનરલ નોલેજમાં વધુ રસ છે. ઉપરાંત કરંટ અફેર વાંચવાની ટેવ છે. એટલે ફક્ત દરરોજ બંને વિષયનું વાંચન કરતી હતી. જે મને કેબીસીમાં ખૂબ જ કામ લાગી છે.મારી આ ટેવે કેબીસી સુધી પહોંચાડી છે.

અન્ય સમાચારો પણ છે...