તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણ:જામનગરમાં 30 કિ.મી.ની ઝડપે બર્ફિલા પવનથી ટાઢોડું, મહત્તમ તાપમાન 25 ડિગ્રીએ સ્થિર થયું

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • સતત બે દિવસ સુધી સિઝનની રેકર્ડબ્રેક ઠંડી બાદ તાપમાન ડબલ ડિઝીટે પહોચ્યું

જામનગર સહિત હાલારભરમાં સતત બે દિવસ સુધી હાડ ધ્રુજાવતી કાતિલ ઠંડી બાદ બુધવારે લઘુતમ તાપમાન ત્રણ ડીગ્રી ઉંચકાયુ હતુ અને પારો 11.5 ડીગ્રીએ પહોચ્યો હતો. જોકે,ત્રીસ કિ.મિ.ની ઝડપે ફુંકાયેલા બર્ફિલા પવનથી ટાઢોડુ મહદઅંશે અકબંધ રહયુ હતુ.જેથી જનજીવન પ્રભાવિત થયુ હતુ. હાલારભરમાં સપ્તાહના પ્રારંભે શિયાળાએ આકરો મિજાજ દર્શાવતા સતત બે દિસ સુધી લઘુતમ પારો નીચે સરકી સિંગલ ડીઝીટમાં 8.5 ડીગ્રીએ પહોચ્યો હતો. જે સાથે હેમાળાના હાડ ધ્રુજાવતા કહેરથી જનજીવન ધ્રુજી ઉઠયુ હતુ.તિવ્ર ઠંડીથી જનજીવન અસ્ત વ્યસ્ત બન્યુ હતુ.શહેરના જુદા જુદા માર્કેટો પણ સવારે મોડા ધમધમ્યા બાદ રાત્રીના પગરવ સાથે સતત ધમધમતા માર્ગો પણ નહિવત આવા ગમનના કારણે મહદઅંશે સુમસામ ભાસતા હતા.

જોકે,જામનગરમાં બુધવારે ઠંડીના પ્રમાણમાં આંશિક ઘટાડો થયો હતો.ચોવીસ કલાકમાં જ પારો ત્રણ ડીગ્રી નીચે સરકયો હતો અને લઘુતમ તાપમાન 11.5 ડીગ્રીએ સ્થિર થયુ હતુ. જેથી કડકડતી ઠંડીથી શહેરીજનોએ આંશિક રાહત અનુભવી હતી.બીજી બાજુ બર્ફિલા પવનના વેગ વધવાથી વાતાવરણ ઠંડુગાર રહ્યુ હતું.

હાલારનું હવામાન

મહત્તમ તાપમાન:25.5
લઘુતમ તાપમાન:11.5
હવામાં ભેજ (ટકા):57
પવનની ગતિ:25-30

(પ્રતિ કલાક કિમી)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો