ક્રાઇમ:જામનગર ફાયરિંગ પ્રકરણ બુકાનીધારીઓની શોધખોળ

જામનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એલસીબીએ જુદી-જુદી 3 ટીમો બનાવીને ફાયરિંગ કરનારા શખસોનું પગેરું દબાવ્યું

જામનગરના લાલપુર બાયપાસ પાસે શુક્રવારે બિલ્ડર પર ફાયરીંગ પ્રકરણમાં ભુમાફિયા સહિતના શખ્સો સામે ગુનો નોંધ્યો હતો જેની એલસીબી પોલીસે તપાસ આગળ ધપાવતા જુદી જુદી ત્રણ ટીમો બનાવી ફાયરીંગ કરનાર શખ્સ સહીતની બુકાનીધારી ત્રિપુટીની શોધખોળ હાથ ધરી છે. જીવલેણ હુમલાને અંજામ આપી આ બુકાનીધારી હુમલાખોરો જુદા જુદા બાઇક પર  લાલપુર રોડ તરફ નાશી છુટયાનુ બહાર આવ્યુ હતુ.જે હુમલાખોરોને સકંજામાં લેવા માટે પોલીસે તમામ પાસાને આવતી લઇ જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ ચકચારી ફાયરીંગ પ્રકરણમાં ભૂ-માફિયા સહિતના સામે હત્યા પ્રયાસ અને આર્મ્સ એક્ટનો ગુનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...