કોરોના રસીના લક્ષ્યાંકમાં જામનગર નીરસ રહ્યું છે. કારણ કે, પ્રથમ સિવાય તમામ ડોઝમાં હજુ પાછળ છે. શહેરમાં ત્રણ લહેરમાં કોરોનાના કહેરના કારણે પ્રથમ ડોઝના 510497 ના લક્ષ્યાંક સામે 530105 એટલે કે 19608 વધુ લોકોએ રસી લીધી છે. પરંતુ 18 થી વધુ વયમાં બીજા, 15 થી 17, 12 થી 14 વયજૂથમાં પ્રથમ અને બીજા, બુસ્ટર ડોઝમાં રસી લેવાની ઓછી ટકાવારી છે. જેની પાછળ લોકોમાં કોરોનાના ભયમાં થયેલો ઘટાડો અને ખોટી માન્યતા કારણભૂત હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
જામનગર રસી લેવામાં પણ નીરસ હોય તેવી સ્થિતિ
કોરોનાના કહેરના કારણે અનેક મહામૂલી જીંદગી મોતના મુખમાં ધકેલાઇ ગઇ છે. કોરોના સામે રક્ષણ મળે તે માટે સરકાર દ્વારા કોરોના પ્રતિરોધક રસી લોકોને વિનામૂલ્યે આપવામાં આવી રહી છે. પરંતુ જામનગર રસી લેવામાં પણ નીરસ હોય તેવી સ્થિતિ પ્રર્વતી રહી છે. કારણ કે, કોરોનાની ત્રણ લહેર દરમ્યાન જામનગર શહેરમાં કોરોના રસીના પ્રથમ ડોઝના 18 થી વધુ વયજૂથના 510497 લોકોના લક્ષ્યાંક સામે 530105 લોકોએ રસી લીધી છે. એટલે કે લક્ષ્યાંક કરતા 19608 લોકોએ વધુ રસી મૂકાવી છે. જયારે લક્ષ્યાંક કરતા 18 થી વધુ વયજૂથમાં બીજા, 15 થી 17 અને 12થી 14 વયજૂથમાં પ્રથમ અને બીજા તો 18 થી 15 તથા 60 થી વધુ વયજૂથના લોકો બુસ્ટર ડોઝ લેવામાં ઘણાં પાછળ હોય અનેક સવાલ ઉઠયા છે.
3,58,992 લોકોએ બુસ્ટર ડોઝ લીધો નથી
જામનગરમાં કોરોનાની ત્રીજી લહેર બાદ કોરોનાનો બુસ્ટર ડોઝ આપવાનું શરૂ કરાયું છે. પહેલા ખાનગી હોસ્પિટલોમાં ચાર્જ ચૂકવી રસીનો બુસ્ટર ડોઝ અપાતો હતો. હાલમાં આરોગ્ય કેન્દ્ર પર વિનામૂલ્યે રસીનો બુસ્ટર ડોઝ અપાઇ રહ્યો છે. પરંતુ શહેરમાં હજુ 18 થી 15 વર્ષના વયજૂથના 335999 લોકોના લક્ષ્યાંક સામે 17561 એટલે કે 318348 અને 60 થી વધુ વયજૂથમાં 64391 ના લક્ષ્યાંક સામે 23747 એટલે કે 40644 લોકોએ બુસ્ટર ડોઝ લીધો નથી.
ફેકટફાઇલ- જામનગર શહેરમાં કોરોના રસીકરણની સ્થિતિ (26 જુલાઇ)
વયજૂથ | લક્ષ્યાંક | સફળતા | વધુ કે ઓછા |
18 થી વધુ પ્રથમ ડોઝ | 510497 | 530105 | 19608 |
18 થી વધુ બીજો ડોઝ | 565801 | 519959 | 45842 |
15 થી 17 પ્રથમ ડોઝ | 34260 | 25762 | 8498 |
વયજૂથ | લક્ષ્યાંક | સફળતા | વધુ કે ઓછા |
15 થી 17 બીજો ડોઝ | 25762 | 22372 | 3390 |
12 થી 14 પ્રથમ ડોઝ | 18000 | 17337 | 663 |
12 થી 14 બીજો ડોઝ | 17337 | 13200 | 4137 |
રસી મૂકાવાના ઓછા પ્રમાણ પાછળ લોકોમાં મહામારીના ભયમાં ઘટાડો, તાવ આવશે સહિતની ગેરમાન્યતા કારણભૂત
જામનગર શહેરમાં કોરોના રસી મૂકવાના લક્ષ્યાંક કરતા ઓછા પ્રમાણ પાછળ લોકોમાં મહામારી પ્રત્યેના ભયમાં ઘટાડો મુખ્ય કારણ છે. તદઉપરાંત લોકો કોરોના પ્રત્યે પહેલા જેવી ગંભીરતા દાખવતા નથી. ઉપરાંત કોરોનાની રસી મૂકાવાથી તાવ આવશે, ત્રણ મહિનામાં મૃત્યુ થશે, નપુસંકતા સહિતની ગેરમાન્યતા પણ રસીના ઓછા પ્રમાણ પાછળ કારણભૂત છે. આથી કોરોનાના પ્રથમ ડોઝ લેવાનું પ્રમાણ વધુ રહ્યંુ છે. જ્યારે બીજો અને બુસ્ટર ડોઝના લક્ષ્યાંક સામે રસી મૂકવવાની ટકાવારી ઓછી રહી છે. હાલમાં દરેક આરોગ્ય કેન્દ્ર પર કોરોના રસીનો બુસ્ટર ડોઝ વિનામૂલ્યે આપવામાં આવી રહ્યો છે. તો લેવો જરૂરી છે તો રસીનો બુસ્ટર ડોઝ લેવી પણ જરૂરી બન્યો છે. > એસ.કે. પ્રજાપતિ, શહેર ટીબી ઓફીસર, જામનગર મહાનગરપાલિકા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.