ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે સોમવારે ધો 10 એસ.એસ.સી.નું માર્ચ-એપ્રિલ 2022માં લેવાયેલી ધો. 10ની પરીક્ષાનું પરિણામ સવારે 8 વાગે વેબસાઇટ પર ઓનલાઇન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં જામનગર જિલ્લાનું 69.68 ટકા પરિણામ જાહેર થયું છે.
જિલ્લાના નવ કેન્દ્રમાં 82.38 % પરિણામ સાથે પ્રથમ નંબરે ધ્રોલ તેમજ સૌથી ઓછું પરિણામ સિક્કા કેન્દ્રનું 52.76 % છે. બીજા નંબરે કાલાવડ કેન્દ્ર- 75.76 ટકા, જામનગર ગ્રામ્યનું 73. 21%, જામજોધપુરનું 6769 %, જામનગર શહેરનું 63.32 %, જોડિયાનું 61.02 %, લાલપુર કેન્દ્રનું 56.23 ટકા અને જાબુંડા કેન્દ્રનું 70.65 % પરિણામ આવ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ધોરણ 10નું 64.62% પરિણામ જાહેર થયું છે. 8 કેન્દ્રમાં 86,36 % પરિણામ સાથે પ્રથમ નંબરે ભાટિયા જ્યારે સૌથી ઓછું પરિણામ દ્વારકા કેન્દ્રનું 40.51 % આવ્યું છે. બીજા નંબરે નંદાણા કેન્દ્ર- 75.82 ટકા, ભાણવડનું 63.26%, જામ રાવલનું 66.67 %, ખંભાળિયાનું 63.54%, મીઠાપુરનું 52.74%, કલ્યાણપુર કેન્દ્રનું 68.68 % પરિણામ જાહેર થયું છે.
બોર્ડમાં ત્રીજો ક્રમ મેળવનાર પૂર્વ ઓઝાને એન્જિનિયર બનવાની ઈચ્છા
SSC બોર્ડની પરીક્ષામાં 99.98 PR મેળવનાર પૂર્વ ઓઝાએ જણાવ્યું હતું કે, મારી સફળતાનો શ્રેય મારા માતા-પિતા અને શિક્ષકોને જાય છે. ધોરણ 10 શરૂ થાય ત્યારે સ્કૂલમાં જે અભ્યાસ કરાવે તેનું ઘરે આવી રિવિઝન કરવાનું અને લાસ્ટમાં કોર્ષનું રિવિઝન કરવાનું એટલે સારું પરિણામ મળે.
ઠાકર અંશુલ આગામી સમયમાં એન્જિનિયર બનવા માગે છે
99.97 PR મેળવનાર ઠાકર અંશુલે જણાવ્યું હતું કે, હું આગામી સમયમાં 11-12 સાયન્સ કરી એન્જિનિયર બનવા માગુ છું. હું દરરજો ચારથી પાંચ કલાક વાંચન કરતો.જો શાળામાં રહીને મહેનત કરવામાં આવે તો કોઈ એકસ્ટ્રા ટ્યુશનની જરુર નથી. મારી સફળતાનો શ્રેય મારા માતા-પિતા અને શિક્ષકોને આપવા માંગુ છું.
ઘેડિયા ક્રિસાની સીએ બનવાની ઈચ્છા
99.97 PR સાથે પરીક્ષા પાસ કરનાર ઘેડિયા ક્રિસાએ પોતાની સફળતાનો શ્રેય માતા પિતા અને શિક્ષકોને આપ્યો હતો. દરરોજ પાંચ કલાક વાંચન કરી ક્રિસાએ આ સફળતા પ્રાપ્ત કરી છે. ભવિષ્યમાં કોમર્સ ફેકલ્ટીમાં જઈ સી.એ. બનવાની ઈચ્છા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.