ભાસ્કર એનાલિસિસ:ગત વર્ષની સરખામણીએ જામનગર જિલ્લામાં 25 દિવસમાં 31 ટકા વધુ વરસાદ વરસી ગયો

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરેરાશ વરસાદની સાપેક્ષમાં જોડિયા તાલુકામાં સૌથી વધુ 58.57% અને લાલપુર તાલુકામાં સૌથી ઓછું 25.51% પાણી પડ્યું
  • પાણી અને પાક જિલ્લામાં ઉજળા ચિત્રની આશા
  • વર્ષ-2021 માં 10 જુલાઇ સુધીમાં જિલ્લામાં સરેરાશ કુલ 57.04 ટકા વરસાદની સામે વર્ષ-2022 માં 40.59 ટકા વરસાદ થઇ ગયો

જામનગર જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ ચોમાસામાં 25 દિવસમાં 31 ટકા વધુ વરસાદ વરસી જતા પાણી અને પાકનું ચિત્ર ખૂબજ ઉજળું રહેવાની આશા છે. વર્ષ-2021 માં 10 જુલાઇ સુધીમાં જિલ્લામાં સરેરાશ કુલ 57.04 ટકા વરસાદની સામે વર્ષ-2022 માં 40.59 ટકા વરસાદ થઇ ગયો છે. સરેરાશ વરસાદની સાપેક્ષમાં જિલ્લામાં જોડિયા તાલુકામાં સૌથી વધુ 58.57 ટકા વરસાદ વરસ્યો છે તો લાલપુર તાલુકામાં સૌથી ઓછું 25.51 ટકા પાણી પડયું હોવાનું નોંધાયું છે.

જામનગર જિલ્લામાં દર વર્ષે સામાન્ય રીતે 15 જૂન પછી વિધિવત રીતે ચોમાસું બેસે છે. આથી 15 જૂન પછી મેઘરાજાનું આગમન થાય છે. ગત વર્ષે એટલે કે વર્ષ-2021 માં ચોમાસાના વિધિવત આગમન બાદ શરૂઆતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા ન હતાં. જેના કારણે 10 જુલાઇ સુધીમાં એટલે કે 25 દિવસમાં જામનગર જિલ્લામાં કુલ સરેરાશ વરસાદ ફકત 9.50 ટકા વરસાદ થયો હતો.

જયારે ચાલુ વર્ષે ચોમાસાના આગમન બાદ અરબી સમુદ્રમાં લો-પ્રેશરના કારણે જામનગર જિલ્લામાં મેઘરાજાએ સાર્વત્રિક મહેર કરતા 10 જુલાઇ સુધીમાં કુલ સરેરાશ વરસાદ 40.59 ટકા વરસી ગયો છે. આથી ગત વર્ષની સરખામણીએ જામનગર જિલ્લામાં ચાલુ વર્ષે ફકત 25 દિવસમાં 31 ટકા વધુ વરસાદ વરસી ગયો છે. જેના કારણે પાક અને પાણીનું ચિત્ર ઉજળું બનવાની આશા સેવાઇ રહી છે. આથી ખેડૂતોની સાથે લોકોમાં પણ આનંદની લાગણી છવાઇ છે.

ફેકટફાઇલ-સરેરાશ વરસાદ સામે ટકાવારી(10 જુલાઇની સ્થિતિ)

તાલુકો20212022
કુલ વરસાદટકાવારીકુલ વરસાદટકાવારી
કાલાવડ15724.7632448.21
જામજોઘપુર618.4832243.69
જામનગર344.5122929.66
જોડિયા253.9538658.57
ધ્રોલ579.5523597.9
લાલપુર425.7918925.51

જામનગર જિલ્લાનો સરેરાશ વરસાદ (મીમી)

તાલુકો30 વર્ષનો વરસાદ
20212022
કાલાવડ634672
જામજોધપુર719737
જામનગર754772
જોડિયા633659
ધ્રોલ597620
લાલપુર725741

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...