તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ:જામનગર જિલ્લા પંચાયતનું વર્ષ 2021-22નું 208 કરોડનું બજેટ મંજૂર, ચેકડેમના કામ માટે 2 કરોડ રૂપિયાની ફાળવણી

જામનગર2 મહિનો પહેલા
 • 4.31 કરોડનું પુરાંતલક્ષી બજેટ મંજૂર કોમ્યુનિટી હોલ બનાવવા માટે 60 લાખની જોગવાઈ

જામનગર જિલ્લા પંચાયતનું વર્ષ 2021-22નું 208.97 કરોડ રૂપિયાનું પુરાંતલક્ષી બજેટ આજે મંજુર કરવામા આવ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારાએ બજેટને લોકોની સુખાકારી માટે તમામ જોગવાઈઓ સાથેનું ગણાવ્યું છે.

જયારે જિલ્લા પંચાયતનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું જેમાં આવકના સ્ત્રોતને લઈ ધ્યાનમાં રાખીને અંદાજિત આવક તેમજ આગામી વર્ષ પણ લોકોને વધુ સારી સુવિધાઓ આપી શકાય અને જનસમુદાયની સુખાકારીમાં વધારો કરી શકાય તે મુજબ વિવિધ ક્ષેત્રે જોગવાયો કરી વિકાસ લક્ષી અંદાજપત્ર આજરોજ સામાન્ય સભા ના માધ્યમથી રજૂ થયું.

જ્યારે બજેટમાં સૌથી વધુ ચેકડેમોના કામોમાં પર ભાર મૂકવામાં આવ્યો છે એવું કારોબારી ચેરમેન ભરતભાઈ બોરસદિયા એ કહ્યું હતું કે હરિયાળી ગામડું અમારે બનાવવાનો પ્રયાસ રહેશે.

અંદાજપત્રના મુખ્ય મુદા

 • જિલ્લા પંચાયત સ્વભંડોળ હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં ચેકડેમની મરામત અને નવા ચેકડેમ બનાવવા માટે 2 કરોડની જોગવાઈ
 • જિલ્લા પંચાયત વિસ્તારમાં વિકાસના કામો માટે પણ 2 કરોડની જોગવાઈ
 • અનુસૂચિત જાતિ તેમજ પછાત વર્ગના વિસ્તારમાં લોકોને કોમ્યુનિટી હોલ ની સુવિધા પ્રાપ્ત થાય તે માટે 60 લાખની જોગવાઈ
 • આંગણવાડીમાં વિશેષ સુવિધાઓ આપી શકાય તે માટે 20 લાખની જોગવાઈ
 • શિક્ષણ ક્ષેત્ર માટે 30 લાખની જોગવાઈ
 • કુદરતી આફતના સમયમાં આકસ્મિક કાર્યો માટે 20 લાખની જોગવાઈ
 • આરોગ્ય ક્ષેત્ર માટે 18 લાખની જોગવાઈ
 • આયુર્વેદ ક્ષેત્રે 8 લાખન જોગવાઈ
 • જ્યારે જિલ્લા પંચાયત સ્વભંડોળ વર્તમાન ક્ષેત્રને લક્ષમાં રાખીને કુલ અંદાજીત રૂપિયા 1329.27 લાખ ની સામે 898.40 લાખના ખર્ચની જોગવાઈ કરતાં રૂપિયા 431.47 લાખનું પુરાણ લક્ષી બજેટ તૈયાર કરવામાં આવેલ છે એકંદરે 2021 ના વર્ષના અંદાજપત્રમાં સરકારી અનુદાન સહિત જોઈએ તો 205.01 કરોડની અંદાજીત આવક સામે 208.97 કરોડના અંદાજીત ખર્ચની જોગવાઈ કરેલ છે
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો