મતદાન:જામનગર જિલ્લાની આખરી મતદાર યાદી પ્રસિદ્ધ: 15,773 નવા મતદારો

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લામાં દર હજાર પુરૂષોએ 951 મહિલાઓ : હેલ્પ લાઇન નં. 1995 મદદ કરશે

આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ચૂંટણી પંચના મુખ્ય નિર્વાચન અધિકારી તેમજ રાજ્યના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી સૂચના અનુસાર તા. 1,20,2022ની લાયકાતની તારીખ ના સંદર્ભમાં તા.12-8-2022થી તા.14-9-2022 દરમિયાન મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાયો હતો. તમામ ફોર્મની આખરી ચકાસણી પૂર્ણ કરી લેવાયા પછી તા.10-10-2022ના આખરી મુસદ્દા સાથેની મતદાર યાદી ની પ્રસિદ્ધિ કરાઇ છે.

જેમાં જામનગર જિલ્લામાં કુલ 15,773 મતદારોનો વધારો થયો છે. સમગ્ર જિલ્લામાં મતદાર યાદી મુજબ જેન્ડર રેશિયો 951નો થયો છે. જામનગર જિલ્લામાં મતદાર યાદી સુધારણા અંતર્ગત કુલ 15,773 નવા મતદારો ઉમેરાયા છે. તેમાંથી મોટાભાગના મતદારો પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. નવી મતદાર યાદી પ્રસિદ્ધ થયા મુજબ દરેક 1 હજાર પુરુષના પ્રમાણમાં મહિલાની સંખ્યા 951ની એટલે કે જિલ્લામાં જેન્ડરનો રેશિયો 951 નો થયો છે.

હજુ પણ મતદાર યાદીમાં કોઈ પણ પ્રકારના સુધારા- ફેરફાર ની જરૂર જણાય તો કોઈ પણ મતદારો વોટર હેલ્પલાઇન એપ્લિકેશન અથવા તો વોટર પોર્ટલ નામની સરકારી વેબસાઈટ પર ઘેર બેઠા પોતાનું ફોર્મ ભરી શકે છે. ઉપરાંત સીઈઓ ગુજરાત ગો ઈન વેબસાઈટ પરથી કોઈપણ મતદાર પોતાના નામ મતદાર યાદીમાં રહેલા નામો અને વિગતો ઘેર બેઠા જાણી શકશે, કોઈપણ સમસ્યા માટે મતદારો 1995 નંબરની હેલ્પલાઇનનો સંપર્ક પણ કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...