તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:જામનગરની DILR કચેરીના કર્મચારીને એસીબીનું તેડું, અપ્રમાણસર મિલકતની અરજી મામલે તપાસનો ધમધમાટ

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓમાં ભારે દોડધામ મચી

જામનગરની ડીસ્ટ્રીકટ લેન્ડ રેકર્ડ રેવન્યુ કચેરીના કર્મચારી સામે અપ્રમાણસર મિલકતની અરજીના પગલે લાંચ રૂશ્વત વિરોધી શાખાએ આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરી કર્મચારીને બોલાવતા કચેરીના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓમાં ભારે દોડધામ મચી ગઇ છે.જામનગરની ડીઆઇએલઆર કચેરીમાં જુદી-જુદી સરકારી કામગીરી નૈવૈધ વગર ન થતી હોવાની ફરિયાદો અરજદારોમાં ઉઠી છે. આ મામલે અગાઉ પણ વર્ગ-3 ના કર્મચારી વિરૂધ્ધ અરજી થતાં લાંચ રૂશ્વત વિરોધી શાખા દ્વારા તપાસ કરવામાં આવી હતી.

પરંતુ યેનકેન પ્રકારે તપાસમાં ભીનું સંકેલવામાં આવ્યાનું સૂત્રોએ જણાવ્યું છે. ત્યારે પુન: આ જ કર્મચારી વિરૂધ્ધ અપ્રમાણસર મિલકત મામલે લાંચ રૂશ્વત વિરોધી શાખાની વડી કચેરીમાં અરજી કરવામાં આવતા આ મામલે સ્થાનિક કચેરીએ આ કર્મચારીને નિવેદન માટે બોલાવતા કચેરીના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓમાં ભારે દોડધામ મચી ગઇ છે. બીજી બાજુ આ કર્મચારી છેલ્લાં થોડા દિવસોથી અચાનક રજા પર ઉતરી જતાં અનેક સવાલો ઉઠયા છે.

અન્ય સમાચારો પણ છે...