કોરોનાના કડક નિયંત્રણો:જામનગરમાં રાત્રે 10થી સવારના 6 સુધી રાત્રી કર્ફ્યુ, જિલ્લામાં આજે વધુ 51 કેસ

જામનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં 40 કોરોના પોઝિટિવ નોંધાયા જીલ્લામાં 11 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

કોરોનાના કેસોમાં સતત વધારો થતાં જામનગર શહેરમાં રાત્રી કર્ફ્યુના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. 8 તારીખથી જામનગર શહેરમાં રાત્રે 10થી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ અમલમાં રહેશે.

જામનગર શહેર જિલ્લામાં આજે કોરોનાના નવા 51 પોઝિટિવ કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે. શહેર માં 40 કોરોના કેસ આવ્યા જિલ્લામાં હવે કોરોના પોઝિટિવ 11 કેસ આવ્યા જયારે એક્ટિવ સંખ્યા વધીને 200 થી વધુ પર પહોંચી ચૂકી છે. નોંધનીય છે કે, જામનગરમાં રાજ્યનો પ્રથમ ઓમિક્રોન વેરિયન્ટનો પોઝિટિવ કેસ નોંધાયો હતો.

જામનગર જિલ્લામાં કોરોનાના નવા કેસ નોંધાવાનો સિલસિલો યથાવત છે. આજે એક જ દિવસમાં કોરોનાના નવા 51 કેસ નોંધાતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. જિલ્લામાં હવે એક્ટિવ કેસની સંખ્યા વધીને 200 થી વધુ પર પહોંચી ચૂકી છે.

જામનગર શહેરમાં ઓમિક્રોન વેરિઅન્ટનો પણ 5 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યો હોવાથી આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. જામનગર શહેરમાં કોવિડ ગાઈડલાઈનનો કડક અમલ શરૂ કરાયો છે. જામનગર શહેરમાં અત્યાર સુધીમાં 5 લાખ 97 હજાર 061 લોકોના અને ગ્રામ્ય વિસ્તારમાં 5 લાખ 31 હજાર 961 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે.

શાકમાર્કેટ અને શુક્રવારી બજારમાં રેપીડ ટેસ્ટ કરાયાજામનગરમાં કોરોનાની ત્રીજી લહેરની શક્યતાને પગલે પોઝિટિવ કેસો સતત વધી રહ્યા છે ત્યારે વકરતા જતા કોરોના સંક્રમણને અટકાવવા જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં ભરાતી શુક્રવારી બજાર આજે તંત્રની ટીમ ત્રાટકી હતી જ્યાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના કેસ કરવા અને ઉપરાંત ધંધાર્થીઓના રેપીડ ટેસ્ટ હાથ ધરતા અનેક ધંધાર્થીઓ ટેસ્ટથી બચવા ભાગ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...